દ્વારકામાં બાલ ક્રિડાંગણના સંશાધનો ર્જીણ હાલતમાં
દ્વારકા નગરપાલીકાની પાસે જ આવેલ શહેરના બાળકો માટે એકમાત્ર બાલ ક્રિડાંગણ એવા મીરા ગાર્ડનને કરોડો રૂૂપિયાના ખર્ચે બનાવ્યા બાદ ગાર્ડનમાં આવેલ બાળોકોને રમવા માટેના સંશાધનો જાળવણીના અભાવે જીર્ણ હાલતમાં છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વર્ષે કરોડો રૂૂપિયાની ગ્રાન્ટ મેળવતી અને વર્ષોથી સરપ્લસમાં બજેટ ધરાવતી દ્વારકા નગરપાલીકાને વિકાસ માટે કરોડો રૂૂપિયાની ફાળવણી થતી હોવા છતાં બાળકોમાં દ્વારકાના પ્રમુખ આકર્ષણ સમા મીરા ગાર્ડનમાં હાલ બાળકોને રમવા લાયક સંશાધનો યોગ્ય જાળવણીના અભાવે તૂટેલી અને જીર્ણ હાલતમાં જોવા મળી રહ્યા છે.
જેના કારણે નગરપાલીકાની બાજુમાં જ આવેલ એકમાત્ર માણવાલાયક સ્થળમાં સંશાધનોની જીર્ણ હાલતને લીધે બાળકો મીરા ગાર્ડનની મુલકાતે આવ્યા પછી નિરાશા સાથે પાછા ફરે છે. વિકાસકાર્યોમાં લખલૂટ ખર્ચ કરતી દ્વારકા નગરપાલીકા કચેરી પાસે જ આવેલ મીરા ગાર્ડનમાં યોગ્ય મેનેજમેન્ટ અને મેઇન્ટેનન્સ જાળવવામાં ઉણી ઉતરી હોય તેમ દિવા તળે અંધારા જેવો ઘાટ ઉપસ્થિત થયો છે.