For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બાળકોની નોટબુક્સ, પાઠય પુસ્તકો, સ્ટેશનરી, યુનિફોર્મ કોઈપણ સ્ટોરમાંથી અને યોગ્ય લાગે ત્યાંથી ખરીદી શકે છે

03:57 PM Jun 04, 2025 IST | Bhumika
બાળકોની નોટબુક્સ  પાઠય પુસ્તકો  સ્ટેશનરી  યુનિફોર્મ કોઈપણ સ્ટોરમાંથી અને યોગ્ય લાગે ત્યાંથી ખરીદી શકે છે

શાળા દ્વારા આપવામાં આવેલી માહિતીને ફક્ત સુચન સમજવું, આદેશ નહીં: ડી.વી. મહેતા

Advertisement

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ દ્વારા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની તમામ શાળાના વાલીઓ અને વિદ્યાર્થીઓ ને ખાસ માહિતી આપવામાં આવે છે કે પોતાના બાળકોના નોટબુક્સ, પાઠયપુસ્તકો, સ્ટેશનરી અને યુનિફોર્મ કોઈપણ સ્ટોરમાંથી, જ્યાંથી તેમને યોગ્ય લાગે ત્યાંથી ખરીદી શકે છે.

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનો વાલીઓને માહિતી આપવાનો ઉદ્દેશ્ય શાળાના તમામ વિદ્યાર્થીઓમાં યુનિફોર્મમાં સાતત્ય જળવાઈ રહે, ખાસ કરીને યુનિફોર્મના કપડામાં, ડિઝાઈનમાં અને યુનિફોર્મના સિલાઈમાં સમાનતા રહે તે માટે આગ્રહ રાખવામાં આવતો હોય છે. સાથે દરેક શાળા જુદા જુદા પબ્લિકેશન્સની બુક અભ્યાસક્રમમાં ચલાવતી હોય છે ત્યારે વાલીઓને જુદી જુદી જગ્યાએ ધક્કા ન ખાવા પડે તે ઉદેશ્યથી શાળાઓ દ્વારા વાલીઓને માહિતી આપવામાં આવતી હોય છે. આ કારણસર સ્વનિર્ભર શાળાઓ દ્વારા જે માહિતી આપવામાં આવે છે તેને વાલીઓ એક સૂચન તરીકે સમજે, આદેશ તરીકે નહિ તેવું સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ તમામ વાલીઓને જાણ કરે છે.

Advertisement

વાલીઓ કોઇપણ જગ્યાએથી ઓછી કિંમતે અને સારી ગુણવત્તાવાળી નોટબુક, પાઠયપુસ્તક, સ્ટેશનરી કે યુનિફોર્મ મળે તો ખરીદી કરવાનો અધિકાર ધરાવે છે. વાલીઓ ઈ કોમર્સનો પણ ઉપયોગ કરી અને ઓનલાઇન પણ જરૂૂર વસ્તુઓ ખરીદી શકે છે. તમામ શાળાઓનો ઉદ્દેશ્ય વાલીઓની સગવડતા અને તેમના સમયની બચત સાથે શાળામાં સાતત્ય જળવાય રહે તેવો જ હોય છે. એટલે આમ ફરી એક વખત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ખુલાસો કરે છે કે વાલીઓએ શાળાઓ દ્વારા આપવામાં આવેલ માહિતી ને સૂચન સમજવું આદેશ નહિ.

Advertisement
Tags :
Advertisement
Advertisement