મોરબી નજીક જીઆઇડીસીમાં બોલેરો અડફેટે બાળકને ઇજા
મોરબીના પાનેલી ગામે આવેલ જી આઈ ડી સીમા પાણીના ટાંકા પાસે બાળક રમતો હોય ત્યારે બોલેરીના ચાલકે પોતાની ગાડી પુર ઝડપે ચલાવી હડફેટે લેતા બાળકને ઈજા પહોચી હતી જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોરબીના ખાટકી પરાના નાકે રહેતા અનિલભાઈ ભૂડાભાઈ કટારા એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેનો દીકરો આશિષ (ઉ.11 માસ ) એ પાનેલી ગામે આવેલ જી આઈ ડીસીમાં પાણીના ટાંકા પાસે રમતો હોય ત્યારે આરોપી બોલેરી ગાડી જીજે 36 એક્સ 5031 ના ચાલકે હડફેટે લેતા ગંભીર ઈજા પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
છાતીમાં દુખાવાથી મોત
નાની વાવડી ગામે આવેલ સોસાયટીમાં રહેતા 36 વર્ષના યુવાનને છાતીમાં દુખાવો ઉપડતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં યુવાનનું મોત થયું હતું મોરબીના નાની વાવડી ગામની શિવગંગા સોસાયટીના રહેવાસી જયદીપભાઈ કિશોરભાઈ હાડા (ઉ.વ.36) નામના યુવાનને છાતીમાં દુખાવો ઉપડતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવારમાં મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.