ધ્રાંગધ્રા ખેતરમાં ટ્રેકટરના રોટોવેટરમાં બાળક આવી જતા ઘટનાસ્થળે જ મોત
ધાંગધ્રા ના કુડા રોડ ઉપર આવેલા ખેતરમાં ટ્રેક્ટર દ્વારા રોટોવેટરી થ ીખેતી કરવામાં આવતી હતી. ત્યારે એકાએક 12 વર્ષનો બાળક રોટોવેટર ની અંદર આવી જતા ઘટના સ્થળે જ મોત નીપજતા શોકનો માહોલાઈ છવાઈ ગયો હતો. ત્યારે તાલુકા પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ધાંગધ્રા વિસ્તારમાં ખેડૂતો દ્વારા ચોમાસામાં વાવેતર કરવા માટે હાલ ટ્રેક્ટર દ્વારા ખેડ કામ ચાલી રહ્યું છે ત્યારે ધાંગધ્રાના કુડા રોડ ઉપર રોડ ઉપર આવેલી ઘનશ્યામભાઈ સોમપુરાની વાડીમાં વાડીના ખેડૂત દ્વારા ટ્રેક્ટર પાછળ રોટાવેટર બાંધી અને ખેતરમાં ખેડ કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે ત્યાં પાસે રહેતા 12 વર્ષનું બાળક સુયૉં દિનેશભાઈ રહે હાલ કુડા ચોકડી ધાંગધ્રા મૂળ વતન મધ્ય પ્રદેશ ત્યારે અકસ્માતે બાળક ટ્રેક્ટરના રોટોવેટરમાં આવી જતા ગંભીર રીતે ઘાયલ થઈ જતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આમ બનાવના સમાચાર મળતા આસપાસના લોકો દોડી આવી ા બાળકને મા મેહનતે બહાર કાઢી ધાંગધ્રા સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા ત્યારે ડોક્ટરે બાળકનું મૃત જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે ધાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા ઘટના સ્થળે દોડી જઈ અકસ્માત અંગેનો ગુનો નોંધી અને વધુ તપાસ એએસઆઈ ધર્મેન્દ્રસિંહ ઝાલા અને સાગરભાઇ ખાંભલા કરી રહ્યા છે.