મુખ્યમંત્રીનો રાજકોટનો કાર્યક્રમ બે દી’ પાછો ઠેલાયો
એક અઠવાડીયા પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટના રોડ-રસ્તા તાત્કાલીક સરખા કરવા માટે સુચનાઓ આપી હતી અને ગઇકાલે મનપા દ્વારા મુખ્યમંત્રીનો બુધવારનાં રોજ અનેક લોકાર્પણ - કામોનો કાર્યક્રમ જાહેર કરાયો હતો . જેમા હવે ફેરફાર થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવે શનિવાર તા 22 નાં રોજ રાજકોટના પ્રવાસે આવશે.
રાજકોટ મનપાનાં સુત્રોએ જણાવ્યા પ્રમાણે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા બુધવાર તા. 19 નાં રોજ અનેક કામોના લોકાપર્ણ - ખાતમુર્હત સહિતનાં કામોનુ આયોજન કરવામા આવેલ હતુ . જેમા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેવાના હતા પરંતુ આજે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા મુખ્યમંત્રીની વ્યસ્તતાને લીધે હવે તા. 22 નવેમ્બર શનિવારનાં રોજ કાર્યક્રમનુ આયોજન કરવાનું જણાવાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે , મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સુચના બાદ ખુદ મ્યુનિસિપલ કમિશનર ડો. તુષાર સુમેરા ડામર - રસ્તાનાં કામોમા જાતે ચેકીંગ માટે ઉતર્યા હતા.