ગીર સોમનાથ જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે મુખ્યમંત્રી
ખેતરોની મુલાકાત લઇ ખેડૂતો સાથે સીધો સંવાદ કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો
ગીર સોમનાથ જિલ્લામાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા ભારે નુકસાનની કપરી પરિસ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અસરગ્રસ્ત ખેડૂતોના પડખે ઊભા રહેવા માટે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર અને માળિયા તાલુકાના વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ ખેડૂતોને આશ્વાસન આપતાં સ્પષ્ટ ખાતરી આપી કે, સરકાર ખેડૂતોની સાથે છે અને રહેશે, અને કોઈ પણ ખેડૂતને અન્યાય નહીં થાય.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સર્વપ્રથમ કોડીનાર તાલુકાના કડવાસણ ગામની મુલાકાત લીધી હતી. તેમણે કડવાસણ ગામના અસરગ્રસ્ત ખેડૂતો સાથે રૂૂબરૂૂ વાતચીત કરી અને તેમના ખેતરોમાં જઈને પાકને થયેલા નુકસાનની સ્થિતિની જાત-સમીક્ષા કરી હતી.આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ ભાવુકતા સાથે જણાવ્યું હતું કે, નસ્ત્રસારામાં ન જઈએ તો કોઈ વાંધો નહીં પણ કપરી પરિસ્થિતિમાં મદદ એ જવું એ આપણી પરંપરા છે.સ્ત્રસ્ત્ર તેમણે ખેડૂતોને હિંમત આપતા કહ્યું કે, ખેડૂતો સિવાય ફરીથી મહેનત કરી પરિણામ મેળવવું બીજું કોણ જાણી શકે. મુખ્યમંત્રીએ ખેડૂતોને ખાતરી આપી કે સરકાર દરેકને ન્યાય મળે તે માટે સંપૂર્ણ પ્રતિબદ્ધતાથી કામ કરશે. તેમણે અગાઉ દિવાળી દરમિયાન બનાસકાંઠાના ખેડૂતોને પણ મદદ પહોંચાડવામાં આવી હોવાનું યાદ અપાવ્યું હતું. તેમણે કહ્યું કે, સરકારની પ્રાથમિકતા ખેડૂતોના હિતોનું રક્ષણ કરવાની છે અને તેમને થયેલા નુકસાનનું યોગ્ય વળતર મળે તે માટે કાર્યવાહી કરવામાં આવશે.
મુખ્યમંત્રીની આ મુલાકાતમાં તેમની સાથે મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને ડો.પ્રદ્યુમન વાજા, પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી, શિવાભાઈ સોલંકી તાલુકાભરના સહકારી સંસ્થાના અગ્રણીઓ સરપંચો સહિતના સ્થાનિક આગેવાનો અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા. આ નેતાઓએ પણ ખેડૂતોને દિલાસો આપીને સરકારની મદદની ખાતરી આપી હતી. કડવાસણની ટૂંકી મુલાકાત પૂર્ણ કર્યા બાદ મુખ્યમંત્રી અને તેમનો કાફલો માળિયા તાલુકાના પાણીદ્રા ગામની મુલાકાત લેવા માટે રવાના થયો હતો, જ્યાં પણ કમોસમી વરસાદને કારણે ખેતીને વ્યાપક નુકસાન થયું છે.આ મુલાકાત દરમિયાન સૌરાષ્ટ્રની પ્રખ્યાત જીંદાદીલીના દર્શન પણ થયા હતા. આખા વર્ષની મહેનત પાણીમાં ગઈ હોવા છતાં, એક ખેડૂતે મુખ્યમંત્રી સમક્ષ કાવ્યાત્મક રજૂઆત કરી હતી. આ ઘટનાએ સાબિત કર્યું કે તમામ ગુમાવ્યા પછી પણ સૌરાષ્ટ્રના ખેડૂતોએ હિંમત હારી નથી અને તેઓ પુન:નિર્માણ માટે તૈયાર છે.
