મુખ્યમંત્રી રમેશભાઇને ત્યાં ભોજન લેશે, ઉકાણી પરિવારને શુભેચ્છા આપશે
03:46 PM Jan 04, 2025 IST
|
Bhumika
Advertisement
આજરોજખેલ મહાકુંભ પ્રારંભ અને વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને સામાજીક પ્રસંગોમાં હાજરી આપવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રાજકોટ પધારવાના ત્યારે તેઓ સૌરાષ્ટ્ર યુનિ. ખાતે ખેલ મહાકુંભનું ઉદ્દઘાટન કરી રૈયા રોડ ખાતે ધીરગુરુ મેડીકલ કોમ્પ્લેક્ષમાં પશુ સારવાર એમ્બ્યુલન્સ લોકાર્પણ કરી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના કાર્યક્રમમાં હાજરી આપી. નાના મૌવા રોડ ખાતે રાજ રેસીડેન્સી ખાતે આવેલ ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાના નિવાસ સ્થાને ભોજન લઈ, ત્યારબાદ યુનિટી ફાઉન્ડેશનના કાર્યક્રમમાં હાજરી આપનાર છે. આ ઉપરાંત મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી બાનલેબસવાળા ઉદ્યોગપતિ મૌલેશભાઇ ઉકાણીને ત્યા યોજાનાર લગ્નોત્સવ પૂર્વે શુભેચ્છા મુલાકાતે પણ જનાર છે.
Advertisement