ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાના મહેમાન બનતા મુખ્યમંત્રી પટેલ અને ગૃહરાજય મંત્રી
તા. 03.01.2025ના રોજ ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, ખેલ-મહાકુંભ 03 ખુલ્લો મૂકવા તથા વિવિધ પ્રકલ્પોમા હાજરી આપવા, રાજયના મંત્રી ભાનુબેન બાબરિયા તેમજ રાજય ગૃહ હર્ષભાઇ સંઘવી, સાથે રાજકોટ પધારેલ હતા. તેઓ એ રાત્રિ ભોજન રાજકોટ-70 ના ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાના નિવાસ સ્થાને લીધેલ અને ખુબજ આનંદ વ્યકત કરેલ હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, રાજકોટના પ્રથમ નાગરિક નયનાબેન પેઢડીયા, રાજ્ય સભાના સાસંદ રામભાઇ મોકરિયા, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા, શહેર ભાજપ અધ્યક્ષ મુકેશભાઇ દોશી, પ્રદેશ ભાજપ અગ્રણી માયાબેન કોડનાની, તથા મહાનગરપાલિકાના તમામ પદાધિકારીઓ, શહેર ભાજપ ના તમામ હોદ્દેદારો, રાજકોટના કલેક્ટર પ્રભવ જોશી, પોલીસ કમિશ્નર બ્રિજેશ ઝા,આઈ.જી.પી. અશોક યાદવ, જે.સી.પી. મહેન્દ્રકુમાર બગડીયા,મહાનગર પાલિકાના કમિશ્નર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવાણે, એસ.પી. હિમકરણશીંગ, ડી.સી.પી. જગદીશ બાંગરવા, ડી.સી.પી. પાર્થરાજસીહ ગોહિલ, ડી.સી.પી. સજ્જનસીહ પરમાર, તથા આર.એ.સી., એ.સી.પી. કાઇમ વિગેરે શહેર/જિલ્લા કક્ષાના અધિકારીઓ હાજર રહેલ હતા.