ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મુખ્યમંત્રી ઓન કોલ, લોકોને સમસ્યા રજૂ કરવા હેલ્પલાઇન શરૂ

05:36 PM Mar 20, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

 

Advertisement

 

નાગરિકોને કોઈને કોઈ સમસ્યાઓ હોય છે. અનેકવાર એવુ બને છે કે લોકો સરકારી ઓફિસોના ધરમધક્કા ખાતા રહે છે, પરંતુ નિરાકરણ આવતુ નથી. આવામાં ગુજરાતના મુખ્યમંત્રી સાથે ડાયરેક્ટ સંપર્ક કરી શકાય તેના માટે એક ટેલિફોન હેલ્પલાઇન શરૂૂ કરવામા આવી છે. જેમાં લોકો પોતાની ફરિયાદ સીધો જ નંબર ડાયલ કરીને મુખ્યમંત્રીને જણાવી શકશે.

મુખ્યમંત્રીએ પોતાની ફરિયાદ નિવારણની સિસ્ટમને વધારે મજબૂત બનાવવા માટે ચીફ મિનિસ્ટર્સ હેલ્પલાઈન શરૂૂ કરવામાં આવી રહી છે જેમા ઉઠાવવામાં આવેલી ફરિયાદોનું સમાધાન આ કામ માટે રાખવામાં આવેલા અધિકારીઓની ટીમ દ્વારા કરવામાં આવશે. આ માટે બજેટમાં સામાન્ય વહીવટી વિભાગ માટે રાજ્ય સરકારે એક કરોડ રૂૂપિયાનું બજેટ ફાળવ્યું છે. હવે આ વિભાગ ટૂંક સમયમાં ત્રણ સ્તરીય વ્યવસ્થા શરૂૂ કરવા માટે એજન્સીઓને નિયુક્ત કરશે .

આ હેલ્પલાઈન માત્ર ફોન કોલ્સ જ નહીં, તે ઉપરાંત વ્હોટ્સએપ જેવા સોશિયલ મીડિયા, ઇમેલ અને ફોન મારફતે ફરિયાદ કરી શકશે. આ હેલ્પલાઈનનો વ્યાપ ખૂબ વિશાળ હશે અહીં રોજના 1 લાખ ફોન કોલ્સ રિસીવ કરી શકાય તે રીતે વ્યવસ્થા કરવામા આવનાર છે.

ગુજરાતના નાગરિકો મુખ્યમંત્રી સાથે સીધો સંપર્ક કરી શકશે. નાગરિકો મુખ્યમંત્રી કાર્યાલય સોશિયલ મીડિયા સાથે જોડાઈ શકશે. મુખ્યમંત્રી કાર્યાલય સાથે જોડાવા માટે વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ વોટ્સએપ નંબરના માધ્યમથી મુખ્યમંત્રી કાર્યાલયમા કોઈ પણ સંપર્ક કરી શકે છે. સીએમ દ્વારા 7030930344 વોટ્સએપ નંબર જાહેર કરાયો છે. મુખ્યમંમી કાર્યાલયમાં સંપર્ક, અરજી, ફરિયાદ સહિતની બાબતો પર વોટ્સએપ નંબરનો ઉપયોગ કરી શકાશે. એટલુ જ નહિ, આ નંબર પર સંપર્ક કરવાથી તમને જવાબ પણ મળશે. મુખ્યમંત્રી કાર્યાલયના વોટ્સ એપ નંબર પરથી ઓટો જનરેટેડ મેસેજ મળશે.

કોઈ સરકારી કર્મચારીને પોતાની કચેરી સંદર્ભની ફરિયાદ હોય અથવા કોઈ કિસ્સામાં કોર્ટ કેસ થયો હશે તો તેને લઈને આ હેલ્પલાઇનથી ફરિયાદ નોંધાશે નહીં. તે સિવાય કોઇ નાગરિકને યોજના કે સરકારી સેવા સંબંધિત માહિતી જોઈતી હશે તો તે પણ હેલ્પલાઈન પર મળશે.

 

 

 

Tags :
CM Bhupendra Patelgujaratgujarat cmgujarat news
Advertisement
Advertisement