મુખ્યમંત્રીના હસ્તે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો શિલાન્યાસ
સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ બી. ટી. સવાણી કિડની હોસ્પિટલ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે નવનિર્મિત સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ નો શિલાન્યાસ સંપન્ન કરવામાં આવ્યો આ પ્રસંગે રમેશભાઈ ટીલાળા, ડો. દર્શિતા બેન શાહ, ભાનુબેન બાબરીયા, કુંવરજીભાઈ બાવળીયા, ઉદયભાઈ કાનગડ, ભરતભાઈ બોઘરા, પ્રભવ જોષી સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહી આ સેવા કાર્યને બિરદાવેલ હતી.
છેલ્લા 21 વર્ષથી કાર્યરત બી. ટી. સવાણી કિડની હોસ્પિટલની કિડનીની તમામ બિમારીઓની સારવાર એક છત નીચે પૂરી પાડવાની સાથે વિવિધ શૈક્ષણિક કાર્ય માટે દેશભરમાં નામના ધરાવે છે. સૌરાષ્ટ્રના લોકોને કિડની ઉપરાંત અન્ય બીમારીઓમાં આધુનિકતમ સારવાર વ્યાજબી દરે પૂરી પાડવાની નેમ સાથે આશરે રૂૂપીયા 150 કરોડના ખર્ચે 250 પથારીની સુવિધા સાથે 12 માળની હોસ્પિટલ આકાર પામી રહેલ શિતુલ મંજુ પટેલ મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ વિશ્વ કક્ષાના અંતર માળખા સાથે આધુનિકતમ સાધનો અને નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ ધરાવતી હશે.
30 જેટલા ક્ધસલ્ટિંગ રૂૂમ 12 ઓપરેશન થિયેટર અને હોસ્પિટલમાં ભવિષ્યની જરૂૂરિયાતને ધ્યાનમાં રાખીને 5 માળનું પાર્કિંગ અને સોલાર સિસ્ટમ સાથે ગ્રીન કેમ્પસ નું આયોજન કરવામાં આવેલ છે. કિડની ઉપરાંત લીવર, હૃદય, ફેફસા અને બોનમેરો જેવા ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની વિશિષ્ટ સુવિધાઓ પણ ઉપલબ્ધ હશે. કિડની ઉપરાંત ન્યુરોલોજી, ગેસ્ટ્રોલોજી, કાર્ડિયોલોજી અને ઓન્કોલોજી, પલ્મોનોલોજી અને ક્રિટિકલ કેર વિભાગ સહિત અનેકવિધ અત્યાધુનિક ડાયગ્નોસ્ટિક સુવિધા અને લેબોરેટરી નો સમાવેશ થાય છે.નવી મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ માટે મુંબઈ નિવાસી ઉદ્યોગપતિ ધીરજભાઈ પટેલ દ્વારા તેમના પુત્ર શિતુલભાઈના સ્મરણાર્થે રૂૂપિયા 20 કરોડનું અનુદાન પ્રાપ્ત થયેલ છે, ઉપરાંત જ્યોતિ સીએનસી- પરાક્રમસિંહ જાડેજા, સીમ્પોલો સીરામીક મોરબી- જીતેન્દ્રભાઈ અઘારા અને રોલેક્સ રિંગ્સ- રૂપેશભાઈ અને મનીષભાઈ મદેકા દ્વારા પાંચ-પાંચ કરોડના અનુદાન પણ પ્રાપ્ત થયેલ છે. ઉપરાંત અસંખ્ય નામી અનામી દાતાઓ દ્વારા માતબર રકમ નું અનુદાન પણ પ્રાપ્ત થયેલ છે.
સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ડો. વિવેક જોષીએ મહેમાનોનું સ્વાગત સાથે નવી હોસ્પિટલ વિશે માહિતગાર કર્યા હતા, સંસ્થાના ચેરમેન જયંતિભાઈ ફળદુએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નો અને ઉપસ્થિત તમામ મહેમાનનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સંસ્થાના ફાઉન્ડર ટ્રસ્ટી અને ભૂતપૂર્વ ચેરમેન ડો પ્રદીપ કણસાગરા, સંસ્થાના ફાઉન્ડર ટ્રસ્ટી રમેશભાઈ પટેલ તેમજ અન્ય ટ્રસ્ટીઓ સૂર્યકાંતભાઈ પટેલ, અરુણભાઈ પટેલ, મૌલેશભાઈ ઉકાણી, નાનુભાઈ મકવાણા અને શાંતિભાઈ પટેલ ઉપસ્થિત રહેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ડો વિશાલ ભટ્ટ, રશ્મીન ગોર અને ટીમ એ જહેમત ઉઠાવેલ હતી.