નમો લક્ષ્મી અને વિજ્ઞાન સાધના યોજનાનો પ્રારંભ કરાવતા મુ.મંત્રી
- રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગની દીકરીના શિક્ષણની ચિંતા ડબલ એન્જિન સરકાર કરશે: ભૂપેન્દ્રભાઇ પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી ક્ધયાઓને ચાર વર્ષમાં કુલ રૂૂ. 50,000 આર્થિક સહાય આપવાની નનમો લક્ષ્મીથ યોજના તથા ધોરણ 11-12 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને બે વર્ષમાં કુલ રૂૂ. 25,000 આર્થિક સહાય આપવાની નનમો સરસ્વતી વિજ્ઞાન સાધનાથ યોજનાનો શુભારંભ કરાવ્યો હતો.
રાજ્યની દિકરીઓને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મેળવાવા પ્રોત્સાહિત કરવા સાથે તેમના પોષણ ની ચિંતા કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ક્ધયા કેળવણીની નેમ પાર પાડવા તેમજ રાજ્યમાં વિજ્ઞાન પ્રવાહના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે આ બે ઐતિહાસિક યોજનાઓ આ વર્ષ થી શરુ કરવામાં આવી છે.
મુખ્યમંત્રીએ અમદાવાદની જ્ઞાનદા હાઇસ્કુલથી તેનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. રાજ્યભરની 35 હજાર જેટલી પ્રાથમિક-માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ-શિક્ષકો આ કાર્યક્રમમાં ઓનલાઇન જોડાયા હતાં. મુખ્યમંત્રીએ આ અવસરે વડાપ્રધાનશ્રીનો શુભેચ્છા સંદેશ વાચી સંભળાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું કે, ગુજરાતની નારીશક્તિ અને યુવાશક્તિને જ્ઞાનવર્ધન માટે, માધ્યમિક શિક્ષણ મેળવવા સાથે પોષણ દ્વારા સશક્ત કરવાનો અવસર આ બે યોજનાઓના લોન્ચિંગથી આવ્યો છે.રાજ્યના મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારોના સંતાનો ની શિક્ષણની ચિંતા ડબલ એન્જીન સરકાર કરશે.ભૂપેન્દ્ર પટેલે નનમો લક્ષ્મી યોજનાથની ભૂમિકા સ્પષ્ટ કરતા જણાવ્યું કે, ધોરણ 9 થી 12 માં ઉચ્ચતર માધ્યમિક શાળામાં ક્ધયાઓ પ્રવેશ મેળવે, સાથે-સાથે તેમને પોષણ મળે તે માટે આ યોજનાની શરૂૂઆત કરી છે.
સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓમાં ધોરણ 9 થી 12 સુધીનો અભ્યાસ કરતી દીકરીઓને શિક્ષણ અને પોષણ એમ બંને માટેની સહાય આ યોજનાથી મળશે.મુખ્યમંત્રી નમો લક્ષ્મી યોજના વિશે તેમણે વધુમાં જણાવ્યું કે, ધોરણ 9 અને 10માં 10 મહિના સુધી માસિક રૂૂપીયા 500-500 પ્રતિ વર્ષ મળશે, બાકીના રૂૂપીયા 10 હજાર ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ કરવાથી મળશે. ધોરણ 11 અને 12મા 10 મહિના સુધી માસિક રૂૂપીયા 750-750 પ્રતિ વર્ષ મળશે, બાકીના રૂૂપીયા 15 હજાર ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પાસ કરવાથી મળશે. મુખ્યમંત્રી આ યોજનાની ભૂમિકા આપતા જણાવ્યું કે, આ યોજનામાં ધોરણ 11 અને 12 સાયન્સમાં 10 મહિના સુધી માસિક રૂૂપીયા 1000 પ્રતિ વર્ષ, એમ કુલ રૂૂપીયા 20 હજાર મળશે, બાકીના રૂૂપીયા પાંચ હજાર ધોરણ 12 સાયન્સની બોર્ડની પરીક્ષા પાસ કરવાથી મળશે.