મુખ્યમંત્રી રાજકોટમાં, 559 કરોડના પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત
ઉર્જા-પાણી પૂરવઠા-સ્પોર્ટસ-માર્ગ અને મકાન તથા કોર્પોરેશનના 343.39 કરોડના 13 કામોનું લોકાર્પણ
બ્રિજ-પાંચ રસ્તા, મહાનગરપાલિકાના 17 કામો, આરોગ્ય વિભાગ અને રૂડાના 213.79 કરોડના કામોના ખાતમુહૂર્ત
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજરોજ રાજકોટના પ્રવાસે આવી રહ્યા છે. આ તકે મુખ્યમંત્રીના હસ્તે રાજકોટ શહેર-જિલ્લામાં થયેલા રૂૂ. 343.39 કરોડના 13 વિકાસ કામોનાં લોકાર્પણ તથા રૂૂ. 213.79 કરોડના 28 વિકાસ કામોનાં ખાતમુહૂર્ત કરવામાં આવશે. આમ શહેર-જિલ્લાને કુલ રૂૂપિયા 557.18 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ મળશે.
રાજકોટના પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે સાંજે 4 કલાકથી આ લોકાર્પણ-ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો છે. જેમાં રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ, જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબહેન બાબરીયા, મેયર નયનાબહેન પેઢડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબહેન રંગાણી, સાંસદો પરશોત્તમભાઈ રૂૂપાલા, રામભાઈ મોકરિયા, કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્યો સર્વ ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, ડો. દર્શિતાબહેન શાહ, જયેશભાઈ રાદડીયા, ગીતાબા જાડેજા, ડો. મહેન્દ્રભાઈ પાડલીયા, દુર્લભજીભાઈ દેથરીયા, શ્રી જીતુભાઈ સોમાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટ જિલ્લાના શહેરી, ગ્રામીણ, વાણિજ્ય, ઔદ્યોગિક તથા કૃષિ વિસ્તારોને અવિરત વીજ પુરવઠો પુરો પાડવા, ગુજરાત ઊર્જા પરિવહન નિગમ દ્વારા રૂૂ. 238.11 કરોડના ખર્ચે 66 કે.વી.ના નવા સાત સબ સ્ટેશનોનું, જિલ્લાના છેવાડાના વિસ્તારોના નાગરિકોને દરરોજ માથાદીઠ 100 લીટર પાણી મળી રહે તે માટે નર્મદા, જળસંપત્તિ, પાણી પૂરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા રૂૂ. 84.29 કરોડના ખર્ચે મોવિયા, મચ્છુ-1 અને પડધરી એમ ત્રણ જૂથ પાણી પુરવઠા યોજનાના વિસ્તરણનાં કામોનું જસદણ ખાતે આશરે સાત એકરમાં રૂૂ.8.40 કરોડના ખર્ચે તાલુકા કક્ષાનું રમત સંકુલનું રાજ્યના માર્ગ મકાન વિભાગ દ્વારા ખીરસરા-લોધિકા રોડનું રૂૂ. 6.68 કરોડના ખર્ચે રિ-સરફેસિંગનું તેમજ રાજકોટ મહાનગર પાલિકા દ્વારા રેસકોર્સમાં રૂૂ. 5.91 કરોડના ખર્ચે અદ્યતન આર્ટ ગેલેરીનું નિર્માણ કરાયું છે. આ તમામ પ્રકલ્પોનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ કરાયું હતું.
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટ જિલ્લામાં પાંચ માર્ગો તથા બ્રિજનું રૂૂ. 105.91 કરોડના ખર્ચે નવીનીકરણનું ખાતમુહુર્ત કરશે. જે અંતર્ગત લોધિકા- રીબડા - કોટડા સાંગાણી રોડ, રામપર - સરપદડ - ખીરસરા રોડ, કોઠારિયા - કોટડા સાંગાણી રોડ, જસદણ - ભડલી- ગઢડા રોડ, ધોરાજી-પાટણવાવ રોડનું મજબૂતીકરણ તથા રિ-સરફેસિંગ કરાશે. તેમજ ગોંડલ ખાતે હોસ્પિટલ બ્રિજ તથા સરદાર બ્રિજનું પુન: નિર્માણ કરાશે.
આ સિવાય મહાનગરપાલિકા દ્વારા રૂૂ. 50.52 કરોડની રકમનાં 17 વિકાસ કામો હાથ ધરાશે. જે અંતર્ગત પ્રાથમિક શાળા માટે નવું બિલ્ડિંગ, આંગણવાડીનું બાંધકામ, નવા ફિલ્ટર પ્લાન્ટ અને વરસાદી પાણી થકી ભૂગર્ભ જળ સંચય જેવા કાર્યો અને પર્યાવરણ સંરક્ષણના કામો કરવામાં આવશે. આ સાથે શહેરના વિવિધ વોર્ડમાં ડ્રેનેજ, કચેરીઓના રી-ક્ધસ્ટ્રક્શન, પેવિંગ બ્લોક, ભૂગર્ભ ગટર, રસ્તા અને વોટરવર્કસ્ નેટવર્કને વધુ મજબૂત કરવાનાં કામો કરાશે.
જિલ્લામાં આરોગ્ય સુવિધાને વધુ સુદ્રઢ બનાવવા રૂૂ. 46. 31 કરોડનાં વિકાસ કામો હાથ ધરાયા છે. જસદણના સામુદાયિક આરોગ્ય કેન્દ્રને રૂૂ. 32.12 કરોડના ખર્ચે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તરીકે અપગ્રેડ કરવામાં આવશે. ઉપરાંત રાજકોટની મેટરનિટી એન્ડ ચાઈલ્ડ હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના પરિવારોની સુવિધા માટે મલ્ટી લેવલ કાર પાર્કિંગની સુવિધા રૂૂ. 14.19 કરોડના ખર્ચે ઊભી કરાશે તેનું પણ ખાતમુહુર્ત થશે.
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા રૂૂ. 6.14 કરોડના ખર્ચે તરઘડીથી બાગી ગામ સુધી વિશિષ્ટ બિટ્યૂમિનસ રોડનું તેમજ પી.જી.વી.સી.એલ.ની માળખાકીય સુવિધામાં વધારો કરતાં માધાપર અને બેડીનાકા સબ ડિવિઝન ઓફિસના બિલ્ડિંગનું તથા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા રૂૂ. 55 લાખના ખર્ચે રાજકોટના ઈશ્વરીયા પાર્ક ખાતે કેક્ટસ ગાર્ડન સહિતના તમામ પ્રકલ્પોનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે ખાતમુહૂર્ત થશે.