કાલે મુખ્યમંત્રી રાજકોટમાં : 545.07 કરોડના પ્રકલ્પોના ખાતમુહૂર્ત-લોકાર્પણ
વડાપ્રધાનના વિવિધ કામો અંગે યોજાયેલા ફોટોગ્રાફ, પ્રદર્શન અને રાજકોટની વિકાસ યાત્રાની ઝલક દર્શાવતી યશોગાથા પ્રદર્શન આર્ટ ગેલેરી ખાતે ખુલ્લું મૂકશે
શનિવારે રાજકોટ આવી રહેલા મુખ્યમંત્રી દ્વારા મહાપાલિકાના 545 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવનાર છે. મહાપાલિકાના આ કાર્યક્રમ તા. 19ના યોજાવાનો હતો પણ મુખ્યમંત્રીને સમય અનુકૂળ ન થતા કાર્યક્રમ તા.22 ઉપર ઠેલાયો હતો. તેમના હસ્તે મનપાના 545 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ યોજાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વહેલી સવારે રાજકોટ આવી પહોંચશે અને ગ્રેટર ચેમ્બરના ભવનના ભૂમિપૂજન અને ડિરેકટરી વિમોચન અને પ્રમુખ ધનસુખ વોરાના સન્માન કાર્યક્રમમાં હાજરી આપશે અને ત્યાંથી રેસકોર્સ સ્થીત આર્ટ ગેલેરી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાજકોટમાં કરાયેલા કામો અંગે યોજાયેલા ફોટોગ્રાફ પ્રદર્શન અને રાજકોટની વિકાસ યાત્રા,રાજકોટની યશોગાથા પ્રદર્શન ખુલ્લુ મૂકાશે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડો. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી રેસકોર્ષ ખાતે રાજકોટની શહેરી વિકાસ યાત્રા-20 વર્ષની યશોગાથા પ્રદર્શનનો શુભારંભ તા.22/11/2025ના રોજ સવારે 10:30 કલાકે ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્દ હસ્તે કરવામાં આવશે. આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ વિભાગોના રૂૂ.545.07 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત તથા આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ ફાળવણીનો કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો પણ મુખ્યમંત્રીના વરદ્દ હસ્તે તા.22/11/2025ના રોજ સવારે 11:00 કલાકે પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, રૈયા રોડ રાજકોટ ખાતે થશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે.
રાજકોટ અને રૂૂડા દ્વારા બનનાર રિંગ રોડ-2 નો પ્રોજેક્ટ શહેરના તથા આજુબાજુના વિસ્તારોના વિકાસ માટેનો એક્સપ્રેસ વે સમાન બની રહેશે. સને : 2012 માં રાજકોટ મહાનગરપાલિકાએ રૂૂ. 120 કરોડના ખર્ચે 150 ફૂટ રિંગ રોડ વિકસાવ્યો હતો. ત્યારબાદ વધારાની એફ.એસ.આઈ. થકી મહાનગરપાલિકાએ આ ખર્ચની રકમ કરતા પણ વધારે આવક મેળવી છે. વધારાની એફ.એસ.આઈ.ને કારણે શહેરના વિકાસને ભરપૂર વેગ મળી શક્યો છે. આ ગેલેરીમાં આ પ્રોજેક્ટની માહિતી પ્રાપ્ત થઇ શકશે.
વિશેષમાં આ ગેલેરી રાજકોટ મહાનગરપાલિકાની નવી અર્બન પોલિસી વિશે પણ મુલાકાતીઓને માહિતગાર કરશે. આ પોલિસી RRR તરીકે ( એટલે કે, રેઇન રેડી રોડ ) ઓળખાય છે. જેમાં ચોમાસા દરમિયાન રસ્તા પર પાણી ભરાઈ જવાની સમસ્યામાંથી રાહત મળે, પરિવહન સરળ બને તેના આયોજનની રૂૂપરેખા દર્શાવાઈ છે. આ ઉપરાંત સ્ટ્રીટ ટાઈપોલોજી હેઠળ રસ્તાના વર્ગીકરણ, પહોળાઈ અને આજુબાજુની રહેણાંક, કોમર્શિયલ, સંસ્થાકીય અને અન્ય વિવિધ ઇમારતોના આધાર પરથી રસ્તાનું ડિઝાઈનિંગ થનાર છે. તેમજ રસ્તા પર અન્ય કેવિકેવી સુવિધાઓ ઉપલબ્ધ બનાવવી તે વિષયને પણ તેમાં આવરી લેવામાં આવેલ છે. શહેરમાં રસ્તાની બાબતે શક્ય તેટલી સમાનતા લાવવાની દિશામાં આ આયોજન મહત્વપૂર્ણ પૂરવાર થનાર છે અને આ વિશે પણ આ ગેલેરી મુલાકાતીઓને માહિતગાર કરશે.
લોકાર્પણ અને ખાતમુહૂર્તની વિગત
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કુલ રૂૂ.545.07 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનાં ઇ લોકાર્પણખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. જેમાં રૂૂ.522.50 કરોડના 49 કામના ખાતમુહૂર્ત તથા રૂૂ.22.57 કરોડના 6 કામના લોકાર્પણ થનાર છે સાથોસાથ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલ કુલ 709 આવાસો લાભાર્થીઓને ફાળવણીનો કોમ્યુટરાઇઝ્ડ ડ્રો (LIG-2BHK 137, EWS2-1.5BHK 44, EWS1-1BHK 528= TOTAL 709) કરવામાં આવનાર છે. રૂૂ.545.07 કરોડની રકમના વિવિધ વિકાસ પ્રકલ્પોના ઈ-લોકાર્પણ-ખાતમુહૂર્ત (મુવી નિદર્શન અને તકતી અનાવરણ) (કુલ રૂૂ.522.50 કરોડના 49 કામના ખાતમુહૂર્ત અને રૂૂ.22.57 કરોડના 6 કામના લોકાર્પણ) પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલ કુલ-709 આવાસો લાભાર્થીઓને ફાળવવા અંગે કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો (LIG-2BHK 137, EWS2-1.5BHK 44, EWS1-1BHK 528= TOTAL 709) UDY ડોક્યુમેન્ટરીનું નિદર્શન શહેરી વિકાસ વર્ષ-2025 કોફી ટેબલ બુકનું વિમોચન QR Based સીટીઝન ફીડબેક સિસ્ટમનું લોન્ચિંગ કરાશે.