મુખ્યમંત્રી કાલે રાજકોટમાં, 316 પરિવારોને મળશે ઘરનું ઘર
મહાપાલિકા અને રૂડાના રૂા.390.80 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવતી કાલે મહાનરગપાલિકા અને રૂડાના રૂપિયા 390.80 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. કટારિયા ચોકડી ખાતે યોજાનાર કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ખાલી પડેલા ટુ બીએચકે અને થ્રી બીએચકેના 316 પરિવારોને આવાસનો ડ્રો કરી ઘરનું ઘર ફાળવશે.
રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ વિકાસ પ્રકલ્પો પૈકી,રૂૂ.58.54 કરોડના 4 પ્રકલ્પોના લોકાર્પણ તથા રૂૂ.332.26 કરોડના જુદા જુદા 35 પ્રકલ્પોના ખાતમુહૂર્ત એમ કુલ રૂૂ.390.80 કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત તથા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતગર્ત નિર્માણ પામેલ આવાસો પૈકી, ખાલી પડેલ EWS-2 (1.5 BHK)ના 133, ખઈંૠ (3 BHK)ના 50 એમ કુલ 183 આવાસો લાભાર્થીઓને ફાળવણીનો કોમ્યુટરાઈઝડ ડ્રોતેમજરાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના રૂૂ.174.83 કરોડના 6 પ્રકલ્પોના ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સાંજે 05:00 કલાકે રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળનો પ્લોટ, કટારીયા ઓટો મોબાઈલ્સ શો રૂૂમની બાજુમાં, નવો 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે.
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા,ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા,શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશભાઈ દેથરીયા, વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર, ડ્રેનેજ સમિતિ ચેરમેન સુરેશભાઈ વસોયા, હાઉસિંગ ઈમ્પ્રુવમેન્ટ એન્ડ ક્લિયરન્સ સમિતિ ચેરમેન નીતિનભાઈ રામાણી, રૂૂડાના સી.ઈ.એ. જી.વી.મિયાણીએ મુખ્યમંત્રીના વરદ્દ હસ્તે યોજાનાર આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા શહેરીજનોને નિમંત્રણ પાઠવેલ છે.
રાજકોટ મહાનગરપાલિકા લોકાર્પણ શહેરી બસ સેવામાં નવી 25 બસનું લોકાર્પણ (કુલ 1 કામ, રકમ રૂૂ.30.00 કરોડ) બાંધકામ વિભાગને લગત કામો (કુલ 3 કામ, રકમ રૂૂ.28.54 કરોડ) (મવડી વિસ્તારમાં નવનિર્મિત ઇન્ડોર ગેમ્સ સ્ટેડિયમ સહિતના કામો) રાજકોટ મહાપાલિકાના ખાતમુહૂર્તના કામ બાંધકામ વિભાગને લગત કામો (કુલ 31 કામ, રકમ રૂૂ.315.50 કરોડ) (કાલાવડ રોડ પર નવા રિંગ રોડ ચોક ખાતે નિર્માણ પામનાર આઇકોનિક ફ્લાયઓવર બ્રિજ સહિતના કામો) ડ્રેનેજ નેટવર્કને લગત કામ(કુલ 3 કામ, રકમ રૂૂ.13.61 કરોડ) વોટર વર્કસ નેટવર્કને લગત કામો (કુલ 1 કામ, રકમ રૂૂ.3.15 કરોડ) રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતગર્ત નિર્માણ પામેલ આવાસો પૈકી ખાલી પડેલ EWS-2 (1.5 BHK)ના 133, ખઈંૠ (3 BHK)ના 50 એમ મળી કુલ 183 આવાસો લાભાર્થીઓને ફાળવણીનો કોમ્યુટરાઈઝડ ડ્રો રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના ખાતમુહુર્તના કામ બાંધકામ વિભાગ (રસ્તા કામ તથા બ્રિજ)ને લગત કામ (કુલ 4 કામ, રકમ રૂૂ.101.47 કરોડ), ક્ધસ્ટ્રકશન ઓફ રિંગ રોડ-2 ફેઝ-2 ફ્રોમ કણકોટ રોડ ટુ કોરાટ ચોક (રોડ વર્ક), ક્ધસ્ટ્રકશન ઓફ રિંગ રોડ-2 ફેઝ-2 ફ્રોમ કણકોટ રોડ ટુ કોરાટ ચોક (બ્રિજ વર્ક), ક્ધસ્ટ્રકશન ઓફ 45.0મી. ડી.પી. રોડ ફ્રોમ રિંગ રોડ-2, ફેઝ-3 (ગોંડલ રોડ ટુ ભાવનગર રોડા) ટુ છખઈ બાઉન્ડ્રી ઇન રૂૂડા એરિયા, ક્ધસ્ટ્રકશન ઓફ 45.0મી. ડી.પી. રોડ ફ્રોમ નેશનલ હાઈવે-27 (ખોડિયાર હોટલ) થી કાંગશીયાળી ગામના ગેટ ઇન રૂૂડા એરિયા રોણકી ગામ વિસ્તારમાં ટી.પી.સ્કીમ નં.38/2 ભૂગર્ભ ગટર યોજના ઇન રૂૂડા એરિયા કાંગશિયાળી ગામ વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજના ઇન રૂૂડા એરિયા રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના કુલ કામ 45 અને રકમ રૂૂ.565.63ના ખાતમુહુર્ત થશે.