મુખ્યમંત્રી શુક્રવારે રાજકોટમાં: 793.45 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ
રેસકોર્સ ખાતે બપોરે 12 વાગ્યે કાર્યક્રમ, 22 સીટી બસ અને 7 જેટિંગ મશીનને ફ્લેગ ઓફ આપશે
1220 આવાસનો ડ્રો-ઝૂ ખાતે રિનોવેશન, સ્માર્ટ સિટીનું લોકાર્પણ અને વોટર સપ્લાય સિસ્ટમનું ખાતમુર્હુત સહિતના કાર્યક્રમો ડાયસ પરથી યોજાશે
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ શુક્રવારના રોજ રાજકોટ આવી રહ્યા છે. તેઓના હસ્તે રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ વિકાસ પ્રકલ્પો પૈકી રૂા.569.19 કરોડના 4 પ્રકલ્પોના લોકાર્પણ તથા રૂૂ.224.26 કરોડના જુદા જુદા 56 પ્રકલ્પોના ખાતમુહૂર્ત તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના વિકાસના કામો અને રાજકોટ મહાનગરપાલિકાના પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણાધિન 1.5 ઇઇંઊં ના 1010 આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ ફાળવણીનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો તથા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના ઊઠજ-2 કેટેગરીના ખાલી 210 આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ ફાળવણીનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો માન.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્દ હસ્તે કરવાતા.13/12/2024, શુક્રવારના રોજ બપોરે 12:00 કલાકે વોર્ડ નં.2માં આવેલ રેસકોર્ષ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે.
મુખ્યમંત્રીના હસ્તે ભારત સરકારશ્રીની સ્માર્ટ સિટી યોજના અંતર્ગત ટી.પી. સ્ક્રીમ નં.32(રૈયા) વિસ્તારમાં અઇઉ હેઠળ નિર્માણ કરવામાં આવેલ રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો (રકમ રૂૂ.565.11 કરોડ) (રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કામો (રોડ નેટવર્ક, વોટર સપ્લાય તથા રી-સાઈકલ્ડ વોટર સપ્લાય સિસ્ટમ, સિવરેજ સિસ્ટમ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ, સ્માર્ટ સ્ટ્રીટ લાઈટીંગ, પાવર કેબલ માટે યુટીલીટી ડક્ટસ, સાઈકલ ટ્રેક, ફૂટપાથ વગેરેનો સમાવેશ થાય છે.), સિટી બસ સેવામાં નવા રૂૂટ શરૂૂ કરવા તેમજ ટ્રાફિકવાળા રૂૂટમાં વધારાની બસ શરૂૂ કરવા એમ કુલ 22 નવી સી.એન.જી. ફ્યુઅલ આધારિત બસ શરૂૂ કરવા ફ્લેગ ઑફ(લોકાર્પણ), ડ્રેનેજ વિભાગના ઉપયોગ માટે 8000 લિ.કેપેસિટીના નવા ખરીદ કરવામાં આવેલ 7 નંગ જેટીંગ મશીન વાહનોનું લોકાર્પણ (ફ્લેગ ઑફ) (રકમ રૂૂ.3.73 કરોડ) અને પ્રદ્યુમન પાર્ક ઝુ ખાતે ત્રણ કેન્ટીનના બિલ્ડીંગમાં કરવામાં આવેલ રીનોવેશન કામ (રકમ રૂા.35 લાખ) લોકાર્પણ કરાશે.
મુખ્યમંત્રીના હસ્તે બાંધકામ વિભાગને લગત કામો (કુલ 26 કામ, રકમ રૂૂ.67.76 કરોડ), ડ્રેનેજ નેટવર્કને લગત કામો (કુલ 7 કામ, રકમ રૂૂ.44.50 કરોડ), વોટર વર્કસ નેટવર્કને લગત કામો (કુલ 6 કામ, રકમ રૂૂ.23.84કરોડ), રોડ-ડામર કામ તથા ડીવાઈડર-સેન્ટ્રલ લાઈટીંગ લગત કામો (કુલ 15 કામ, રકમ રૂૂ.83.38 કરોડ) અને સાધન ખરીદી (કુલ 2 કામ રકમ રૂૂ.4.78 કરોડ) કામોનું ખાતમુર્હત કરશે. તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજનાના 1010 અને રૂડાના 210 આવાસના લાભાર્થીઓનો ડ્રો કરવામાં આવશે.
મુખ્યમંત્રી માટે ડીસીપી, એસીપી સહિત 1500 પોલીસ તૈનાત રહેશે
આગામી 13 ડીસેમ્બરના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ રાજકોટમાં વિવિધ લોકાર્પણ માટે આવનાર હોય જેને લઇને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે પોલીસ કમિશનર બ્રેજશ કુમાર ઝા તથા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ઝોન-1 સજ્જનસિંહ પરમાર, ડીસીપી ઝોન-2 જગદીશ બંગરવા, ડીપીસી ટ્રાફીક પુજા યાદવના માર્ગદર્શન હેઠળ શહેરના તમામ પોલીસ મથકમાંથી બંદોબસ્ત માટે અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. આઠ એસીપી, 20થી વધુ પીઆઇ, 60 પીએસઆઇ તેમજ હેડ કોન્સ. તેમજ કોન્સ. અને હોમગાર્ડ, ટ્રાફીક બ્રિગેડ સહિત 1500થી વધુ પોલીસ બંદોબસ્ત માટે તૈનાત રહેશે. રેસકોર્ષ ખાતે યોજાનાર કાર્યક્રમને લઇને ટ્રાફીક વ્યવસ્થા માટે ખાસ પ્લાન બનાવવામાં આવ્યો છે અને મુખ્યમંત્રીના આગમનથી લઇ કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી રેસકોર્ષના આસપાસના કેટલાક રસ્તાઓને વન-વે જાહેર કરવામાં આવશે. સવારથી બપોર સુધી યોજાનારા કાર્યક્રમને લઇને પોલીસ કમિશનરે બંદોબસ્ત માટે ખાસ બેઠક પણ બોલાવી હતી અને જરૂરી સુચનો આપ્યા છે.