For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મુખ્યમંત્રી રાજકોટમાં: રૂા.565.63 કરોડના પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત

03:50 PM Mar 26, 2025 IST | Bhumika
મુખ્યમંત્રી રાજકોટમાં  રૂા 565 63 કરોડના પ્રકલ્પોના લોકાર્પણ ખાતમુહૂર્ત

કટારિયા ચોકડી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મવડી ઇન્ડોર સ્ટેડિયમ, 25 સીએનજી બસનું લોકાર્પણ તથા આઇકોનિક બ્રિજનું ખાતમુહૂર્ત, રાવળ સમાજના લાભાર્થીઓને પ્લોટ સનદ અર્પણ અને આવાસનો ડ્રો ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે યોજાયો

Advertisement

શ્રીનાથધામ હવેલી-વલ્લભ યૂથ ઓર્ગેનાઈઝેશનના સપ્તમ પાટોત્સવમાં ઉપસ્થિત રહી દેશમાં એક કરોડ થેલેસેમિયા મેગા ટેસ્ટ ડ્રાઈવનો શુભારંભ

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે રાજકોટ ખાતે સાંજે પર્ધાયા હતા.રીંગરોડ કાલાવડ ચોકડી પર યોજાયેલ કાર્યક્રમમાં મહાનરગપાલિકા અને રૂડાના રૂપિયા 565.63 કરોડના વિવિધ પ્રકલ્પોની રાજકોટને ભેટ આપી મવડી ખાતે તૈયાર થયેલ નવનિર્માત ઇન્ડોરગ્રેમસ સ્ડેડિયમ અને 25 નવી સીએનજી સિટિબસનું લોકાર્પણ તથા કાલાવડ રોડ રીંગરોડ ચોકડી ખાતે તૈયાર થનાર આઇકોનિક ફલાયઓવર બ્રિજ તથા તેમજ રૂડાના અલગ અલગ છ કામોનું ખાતમુહુર્ત કરી. પ્રધાનમંત્રી આવાસ યોજનાના ખાલી પડેલા ટુ બીએચકે અને થ્રી બીએચકેના 316 પરિવારોને ડ્રો મારફતે ઘરનું ઘર ફાળવવામાં આવ્યું હતુ અને વિચરતી વિમુકત જાતીના લાભાર્થીઓ તેમજ રાવળ સમાજના લાભાર્થીઓને પ્લોટની સનદ અર્પણ કરી શ્રીનાથધામ હવેલી પાટોત્સવમાં ઉપસ્થિત રહી દેશમાં એક કરોડ થેલેસેમિયા મેગા ટેસ્ટ ડ્રાઇવનો શુભારંભ કરાવ્યો હતો. અને વિકાસના કામો માટે રાજકોટ શહેરને રાજ્ય સરકાર જરૂર પડેયે તમામ પ્રકારની મદદ કરવા તૈયાર રહે તેમજ શહેરીજનોને પીવાનું પાણી દરરોજ મળી રહે તે માટેનો એકસન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. તેમ જણાવ્યું હતુ.

Advertisement

રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ વિકાસ પ્રકલ્પો પૈકી,રૂૂ.58.54 કરોડના 4 પ્રકલ્પોના લોકાર્પણ તથા રૂ.332.26 કરોડના જુદા જુદા 35 પ્રકલ્પોના ખાતમુહૂર્ત એમ કુલ રૂૂ.390.80 કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત તથા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતગર્ત નિર્માણ પામેલ આવાસો પૈકી, ખાલી પડેલ EWS-2 (1.5 BHK)ના 133, ખઈંૠ (3 BHK)ના 50 એમ કુલ 183 આવાસો લાભાર્થીઓને ફાળવણીનો કોમ્યુટરાઈઝડ ડ્રો તેમજ રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના રૂૂ.174.83 કરોડના 6 પ્રકલ્પોના ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવમાં આવેલ આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા અને ધારાસભ્યો તથા સંસદ સભ્યો તેમજ ભાજપના આગેવાનો અને મોટીસંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીના હસ્તે આજે 565.63 કરોડના પ્રકલ્પોનું લોકાપર્ણ અને ખાતમુહૂર્ત કરવામાં આવેલ આપ્રસંગે રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા,ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા,શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા,સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર, હાઉસિંગ ઈમ્પ્રુવમેન્ટ એન્ડ ક્લિયરન્સ સમિતિ ચેરમેન નીતિનભાઈ રામાણી, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, વિરેન્દ્રસિંહ ઝાલા, નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, એચ.આર. પટેલ, સુરક્ષા અધિકારી આર. બી. ઝાલા, સહાયક કમિશનર બી.એલ. કાથરોટીયા, સમીર ધડુક, દિપેન ડોડીયા, તથા ભાજપના કોર્પોરેટરો તથા કાર્યકરો અને અગ્રણીઓ અને શહેરીજનાએે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

રાજકોટ મહાનગરપાલિકા લોકાર્પણના કામ શહેરી બસ સેવામાં નવી 25 બસનું લોકાર્પણ (કુલ 1 કામ, રકમ રૂૂ.30.00 કરોડ) બાંધકામ વિભાગને લગત કામો (કુલ 3 કામ, રકમ રૂૂ.28.54 કરોડ) મવડી વિસ્તારમાં નવનિર્મિત ઇન્ડોર ગેમ્સ સ્ટેડિયમ સહિતના કામોનું લોકાપર્ણ કરવમાં આવ્યુ હતુ.

રાજકોટ મહાનગરપાલિકાના ખાતમુહૂર્તના કામ બાંધકામ વિભાગને લગત કામો (કુલ 31 કામ, રકમ રૂૂ.315.50 કરોડ) (કાલાવડ રોડ પર નવા રિંગ રોડ ચોક ખાતે નિર્માણ પામનાર આઇકોનિક ફ્લાયઓવર બ્રિજ સહિતના કામો) ડ્રેનેજ નેટવર્કને લગત કામ(કુલ 3 કામ, રકમ રૂૂ.13.61 કરોડ) વોટર વર્કસ નેટવર્કને લગત કામો (કુલ 1 કામ, રકમ રૂૂ.3.15 કરોડ) રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતગર્ત નિર્માણ પામેલ આવાસો પૈકી ખાલી પડેલ EWS-2 (1.5 BHK)ના 133, ખઈંૠ (3 BHK)ના 50 એમ મળી કુલ 183 આવાસો લાભાર્થીઓને ફાળવણીનો કોમ્યુટરાઈઝડ ડ્રો કરવામાં આવ્યો હતો.

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના ખાતમુહૂર્તના કામ બાંધકામ વિભાગ (રસ્તા કામ તથા બ્રિજ)ને લગત કામ (કુલ 4 કામ, રકમ રૂૂ.101.47 કરોડ), ક્ધસ્ટ્રકશન ઓફ રિંગ રોડ-2 ફેઝ-2 ફ્રોમ કણકોટ રોડ ટુ કોરાટ ચોક (રોડ વર્ક), ક્ધસ્ટ્રકશન ઓફ રિંગ રોડ-2 ફેઝ-2 ફ્રોમ કણકોટ રોડ ટુ કોરાટ ચોક (બ્રિજ વર્ક), ક્ધસ્ટ્રકશન ઓફ 45.0મી. ડી.પી. રોડ ફ્રોમ રિંગ રોડ-2, ફેઝ-3 (ગોંડલ રોડ ટુ ભાવનગર રોડા) ટુ છખઈ બાઉન્ડ્રી ઇન રૂૂડા એરિયા, ક્ધસ્ટ્રકશન ઓફ 45.0મી. ડી.પી. રોડ ફ્રોમ નેશનલ હાઈવે-27 (ખોડિયાર હોટલ) થી કાંગશીયાળી ગામના ગેટ ઇન રૂૂડા એરિયા રોણકી ગામ વિસ્તારમાં ટી.પી.સ્કીમ નં.38/2 ભૂગર્ભ ગટર યોજના ઇન રૂૂડા એરિયા કાંગશિયાળી ગામ વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજના ઇન રૂૂડા એરિયા રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના કુલ કામ 45 અને રકમ રૂૂ.565.63ના ખાતમુહુર્ત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ.

સુરક્ષા માટે 4 ડીસીપી, સાત એસીપી સહિત 1541 પોલીસ તૈનાત

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે આજે રાજકોટમાં વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ થવાના હોય જેને લઇને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ કમિશનર બ્રેજશ કુમાર ઝા તથા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયાના નિરિક્ષણ હેઠળ ડીસીપી ક્રાઇમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ઝોન-1 સજ્જનસિંહ પરમાર, ડીસીપી ઝોન-2 જગદીશ બંગરવા, ડીપીસી ટ્રાફીક પુજા યાદવના માર્ગદર્શન 7 એસીપી, 19 પી.આઈ,66 પીએસઆઈ,5 મહિલા પીએસઆઈ,585 હેડ કોન્સ. તેમજ કોન્સ ,118 મહિલા પોલીસ સાથે 285 હોમગાર્ડ, 364 ટ્રાફીક બ્રિગેડ, 12 ડોર ફ્રેમ મેટલ ડિટેકટર,30 હેન્ડ મેટલ ડિટેકટર તેમજ 30 દૂરબીન સાથેનો સહિત 1541 જેટલા પોલીસ સ્ટાફને બંદોબસ્ત માટે તૈનાત રાખવામાં આવ્યો છે. મુખ્યમંત્રીની ઉપસ્થિતમાં યોજાનાર કાર્યક્રમને લઇને ટ્રાફીક વ્યવસ્થા માટે ખાસ પ્લાન બનાવવામાં આવ્યો છે અને મુખ્યમંત્રીના આગમનથી લઇ કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી કેટલાક રસ્તાઓને વન-વે જાહેર કરવામાં આવ્યા છે.

શહેરનો પ્રથમ એકસ્ટ્રા ડોઝ ફલાય ઓવર બ્રિજ
શહેરના નવા રીંગરોડ પર કાલાવડ ચોકડી ઉપર શહેરનો પ્રથશ એકસ્ટ્રા ડોઝ ફલાયઓવર બ્રિજ તૈયાર થશે જેનુ ખાતમુહૂર્ત મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું છે. આ બ્રિજ બનતા કાલાવડ થી રાજકોટ અને જામનગર બાયપાસ તેમજ ગોંડલ તરફથી આવતા હજારો વાહનોને રાજકોટ શહેરમાં પ્રવેશમાં સરળતા રહે તેમજ સર્કલ ઉપર થતા ટ્રાફિકજામમાંથી શહેરીજનોને મુકતી મળશે એકસ્ટ્રા ડોઝ ફલાયઓવર બ્રિજની લંબાઇ 744 મી.,ર3.10 મી. પહોળાઇ (3 + 3 = 6 લેન),એકસ્ટ્રા ડોઝ સ્પા.નની લંબાઇ 160 મી., તથા મેઇન સ્પાન 80.00 મી.,એકસ્ટ્રા ડોઝ ફલાયઓવર બ્રિજની લંબાઇ 744 મી., ર3.10 મી. પહોળાઇ (3 + 3 = 6 લેન),અન્ડ.રબ્રિજની લંબાઇ 459 મી. (ર + ર = 4 લેન), અન્ડ)રબ્રિજબોકસની સાઇઝ 8.50 મી. ડ 4.50 મી, સૈાપ્રથમ વખત બ્રિજ હેલ્થ મોનિટરીંગ સિસ્ટૈમનો સમાવેશ કરાયેલ છે.ડેકોરેટીવ લાઇટીંગ અને બી.આર.ટી.એસ.લેન ગ્રેડનો સમાવેશ કરાયેલ છે.

ઇન્ડોરગેમ્સ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો 1.50 લાખ ખેલાડીઓને લાભ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરનાં છેવાડાનાં લોકોને રમત-ગમતની સુવિધા આપવાના મુખ્યે ઉદેશને ધ્યાગને લઈ મવડી વિસ્તાારમાં વોર્ડનં.1રમાં 11,831.00 ચો.મી. જગ્યા માં આંતરરાષ્ટ્રીય કક્ષાનું 1ર00 લોકોની ક્ષમતાવાળું સ્પોવર્ટસ સંકુલ બનાવવામાં આવેલ છે. જેમાં આશરે 9500.00 ચોરસ મીટર બાંધકામ કરવામાં આવેલ છે. જેમાં ઓપન ગ્રાઉન્ડરમાં પાર્કિંગની સુવિધા, ટેનિસ કોર્ટ, બાસ્કેીટ બોલ કોર્ટ, વોલી બોલ કોર્ટ અને સ્કેકટીંગ રીંગનો સમાવેશ થયેલ છે. તેમજ ગ્રાઉન્ડા ફલોર પર સ્પોઆર્ટસ સંકુલમાં ટેબલ ટેનીસ કોર્ટ, બેડમિન્ટમન કોર્ટ, આર્ચરી, સ્કપવોસ, પ્લેલ-ગ્રાઉન્ડક એરીયા વિગેરે તથા પ્રથમ માળ પર મહિલાઓ તથા પુરૂૂષો માટે અલગ-અલગ જીમ, યોગા, શુટીંગ રેન્જર, ચેસ, કેરમ વિગેરે રમતો રમી શકાય તે માટે આયોજન કરવામાં આવેલ છે.આ ઇન્ડોરર સ્ટેયડીયમથી આશરે 1,50,000 લોકોને તેનો ફાયદો થશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement