ભાવનગરમાં વડાપ્રધાનના કાર્યક્રમને લઈને તૈયારીઓની આખરી સમીક્ષા કરતાં મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગર ખાતે યોજાનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમને અનુલક્ષીને ગઈકાલે મોડી સાંજે કાર્યક્રમની તૈયારીઓને અનુલક્ષીને સ્થળ-સ્થિતિની સમીક્ષા કરી હતી. ભાવનગર એરપોર્ટ થી મુખ્યમંત્રી સીધા જ વડાપ્રધાનના કાર્યક્રમના સ્થળ જવાહર મેદાન ખાતે પહોંચ્યા હતાં .જ્યાં મુખ્યમંત્રીએ યોજાનાર કાર્યક્રમની વિગતો જિલ્લા કલેક્ટર અને અધિકારીઓ પાસેથી મેળવી જરૂૂરી માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રીએ કાર્યક્રમ સ્થળે થઈ રહેલી તૈયારીઓનું નિરીક્ષણ કરી સંતોષ વ્યક્ત કર્યો હતો.
આ વેળાએ મુખ્યમંત્રીની સાથે નાણામંત્રી કનુભાઈ દેસાઈ, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ, ધારાસભ્ય શ જીતુભાઈ વાઘાણી, મુખ્ય સચિવ પંકજ જોશી, રાજ્ય પોલીસવડા વિકાસ સહાય, ગુજરાત મેરિટાઇમ બોર્ડના સી.ઈ.ઓ. રાજકુમાર બેનીવાલ, મ્યુનિસિપલ કમિશનર એન. કે. મીના, રેન્જ આઇ. જી. શ્રી ગૌતમ પરમાર, કલેકટર ડો. મનીષકુમાર બંસલ, સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.