For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીમાં જિલ્લાકક્ષાની નવી જેલને મંજૂરી આપતા મુખ્યમંત્રી

12:06 PM Jun 24, 2025 IST | Bhumika
મોરબીમાં જિલ્લાકક્ષાની નવી જેલને મંજૂરી આપતા મુખ્યમંત્રી

મોરબીથી ત્રણેક કિ.મી. દૂર અમરેલી ગામમાં જેલ માટે 32 એકર જમીનની ફાળવણી જિલ્લા કલેક્ટર દ્વારા કરાઇ

Advertisement

1954માં 84 કેદી સમાવવાની ક્ષમતાથી શરૂૂ કરાયેલી સબ જેલની બાદમાં 171 સુધીનો ઉત્તરોત્તર વધારો કરાયેલો: આગામી 50 વર્ષના કેદીઓની સંખ્યાને ધ્યાને લઇને નવી જેલ 550 કેદીઓની ક્ષમતાની બનાવાશે
જેલમાં કેદીઓ માટે મનોરંજન માટેના હોલ, હરવા ફરવાના મેદાનો, તાલીમ સાથે રોજગાર મળી રહે તેવી સગવડોનો થશે સમાવેશ સરકારી કચેરીઓ આધુનિક અને સુવિધાયુકત બનાવવા રાજય સરકાર પ્રયત્નીશીલ છે ત્યારે નગરમાંથી શહેર અને તાલુકામાંથી જિલ્લા બનેલા મોરબીમાં જિલ્લાકક્ષાની જેલ બનાવવાનો મહત્વનો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા કરાયો છે.

આ આધુનિક જેલ બન્યા બાદ જેલમાં કેદીઓને રાખવાની ક્ષમતા અને સુવિધામાં વધારો થશે. ઓવરક્રાઉડની સમસ્યાનું નિરાકરણ થશે. આ અંગે વધુ માહિતી આપતા કલેકટર કે.બી. ઝવેરીએ જણાવ્યુ હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે મોરબીમાં જિલ્લાકક્ષાની જેલને મંજૂર કરી મહત્વનો નિર્ણય કર્યો છે. જેથી હવે પછી 171 ની સામે 550 ની વધુ ક્ષમતા ધરાવતી આધુનિક જેલ નિર્માણ પામશે. જિલ્લા જેલરની માગણીથી મોરબીથી ત્રણેક કિમી દૂર આવેલ અમરેલી ગામમાં સર્વે નં. 199 પૈકી એકની જમીનમાંથી 5-22-70 હેક્ટર જમીન જેલ બનાવવા માટે વહિવટી તંત્ર દ્વારા તબદીલ કરવામાં આવી હતી. જેથી કેદીઓ સહિત જેલના સ્ટાફને સુવિધાયુકત જેલ મળી રહેશે.

Advertisement

નવી જેલની મંજૂરીના મુખ્યમંત્રી ના નિર્ણયને આવકારતા જિલ્લા જેલર ડી. એમ. ગોહિલ કહે છે કે, મોરબીની સબ જેલ 1954માં શરૂૂ કરવામાં આવી હતી. તે સમયે કેદીઓની સમાવેશ સંખ્યા 84ની હતી જે બાદમાં વર્ષ 2017માં જરૂૂરી સુધારા વધારા કરતાં 171 (143 પુરૂૂષ કેદી અને 28 મહિલા કેદી) કરાઈ હતી. કેદીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો હોઈ આગામી 50 વર્ષને ધ્યાને લઇને નવી જિલ્લા જેલ બનાવવા માટે જિલ્લા જેલ કમિટિએ તંત્રને દરખાસ્ત કરી હતી. જેલમાં કેદીઓના રહેવાની, મનોરંજન માટેના હોલ, હરવા ફરવા માટેની ખુલ્લી જગ્યાનો સમાવેશ થશે.

જેમા સરકાર દ્વારા કેદીઓને જેલમાં તાલીમ સાથે રોજગાર મળી રહે તે માટે જેલમાં વિવિધ પ્રકારના ઉધોગો શરૂૂ કરવાની સગવડોનો સમાવેશ થયો છે. પપ0 કેદીઓમાં 500 પુરૂૂષ કેદીઓ અને 50 મહિલા કેદીઓનો સમાવેશ કરવાના હેતુથી જમીનની માગણી થઇ હતી.

મોરબીમાં જિલ્લા જેલ કમિટીએ નવી જેલની માગણી તંત્રને કરી હતી. મોરબીમાં આ જિલ્લાકક્ષાની નવી જેલને મંજૂરી જિલ્લા જેલ કમિટિમાં પ્રિન્સિપલ ડિસ્ટ્રકટ જજ, જિલ્લા કલેકટર, પોલીસ અધિક્ષક, જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના સચિવ, સિનિયર મોસ્ટ લેડી જયુડિશિયલ ઓફિસર, જેલ અધિક્ષક સભ્ય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement