મુખ્યમંત્રી અને અગ્રસચિવ કાલે દિલ્હીના પ્રવાસે
વડાપ્રધાન સાથે પણ બેઠક, વહીવટી ઊથલપાથલ કે રાજ્કીય?
ગાંધીનગરમાં ભાજપના ધારાસભ્યોના સ્નેહમિલન સમયે જ દિલ્હીનું તેડું
ગુજરાતમાં રાજ્કીય ચહલ પહલ વચ્ચે આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને ચીફ સેક્રેટરી રાજકુમાર દિલ્હી જઇ રહ્યા છે અને હાજરી આપવા ઉપરાંત વડાપ્રધાન મોદી સાથે પણ બેઠક યોજવાના હોવાથ ફરી એક વખત રાજ્કીય કે, વહિવટી ઉથલ પાથલ અંગે અટકળો અને અનુમાનો શરૂ થયા છે.
ગુજરાતમાં મંત્રી મંડળના વિસ્તરણ અંગે લાંબા સમયથી અટકળો ચાલ રહી છે અને આવતીકાલે હરિયાણા તથા જમ્મુ-કાશ્મીરના પરિણામો જાહેર થનાર છે. તેવા સમયે જ ગુજરાતના મુખ્યમંત્ર અને ચીફ સેક્રેટરીની દિલ્હી મુલાકાતથ અટકળોને વેગ મળ્યો છે.
આ સિવાય આવતીકાલે મંગળવારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પણ ભાજપના તમામ વર્તમાન અને માજી ધારાસભ્યોના સ્નેહમિલનનું આયોજન કરેલ છે. તે પણ સુચક મનાય છે. આ સ્નેહમિલનમાં હાજરી આપ્યા બાદ મુખ્યમંત્રી દિલ્હ જવા રવાના થનાર છે. બીજી તરફ ગુજરાતમાં કેટલીક આઇએએસ અને આઇપીએસનો બદલીનો મામલો પણ ગુંચવાયેલો છે. આ મામલે પણ વડાપ્રધાન સાથે મુખ્યમંત્રી અને ચીફ સેક્રેટરી ચર્ચા કરે તેવી શક્યતા જાણકારો દર્શાવી રહ્યા છે.