પાલિતાણામાં કાલે છ’ગાવની યાત્રા, 35થી વધુ સંઘો-યાત્રિકો જોડાશે
ભાવનગરના જૈન તીર્થધામ પાલિતાણામાં કાલે તા.12ને ફાગણ સુદ-13ના રોજ છગાઉની પરંપરાગત યાત્રા યોજાશે. તે પૂર્વે આજે કચ્છી સમાજ દ્વારા છથગાઉની યાત્રા કરવામાં આવી હતી. જેમાં ત્રણેક હજાર યાત્રિકો યાત્રા કરી જ્યારે વિધિવત યાત્રા 12મી માર્ચના રોજ યોજાશે. જેમાં જપ તળેટીથી યાત્રાનો પ્રારંભ થઈ ચંદન તલાવડી ખાતે ધાર્મિક વિધિ પૂર્ણ કરી સિદ્ધવડ ખાતે યાત્રા પૂર્ણ થશે. 35થી વધુ સંઘો અને યાત્રિકો દ્વારા સંઘ પૂજન કરાશે. 88 ભક્તિપાલ ઉભા કરી યાત્રિકો માટે ચા-દૂધ, ઉકાળો, ગાંઠિયા, થેપલા, દહીં, ફૂટ, ખાખરા, લચ્છી, છાશ, પૂરી અને સાંજે ચૌવિહારની પણ વ્યવસ્થા વ્યક્તિપાલમાં કરાઈ છે.
છગાઉ યાત્રા નિર્વિઘ્ને સંપન્ન થાય અને યાત્રિકોને કોઈ અગવડતા ન પડે તે માટે શેઠ આણંદજી કલ્યાજી પેઢી દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. પેઢી દ્વારા સિક્યુરીટી, ઉકાળેલું પાણી, મેડિકલ ટીમની માર્ગમાં સેવા પૂરી પાડવમાં આવશે. જ્યારે ભાવનગરેના પ્રાર્થના યુવક મંડળના 100થી વધુ, પાલિતાણાજૈન સંઘ અને અન્ય શહેરના સંઘોના યુવાનો મળી 1500થી વધુ સ્વયંસેવકો જય તળેટીથી સિદ્ધવડ સુધી સેવામાં ખડેપગે રહેશે. પોલીસ સહિતના સરકારી તંત્રએ પણ યાત્રા નિર્વિઘ્ને પૂર્ણ થાય તે માટે કમર કસી છે. છગાઉ યાત્રાને લઈ એસ.ટી. વિભાગ તરફથી સિદ્ધવડથી એકસ્ટ્રા બસો દોડાવવામાં આવનાર છે.