For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબી બાર એસો.ના પ્રમુખ તરીકે ચેતન સોરિયા વિજેતા જાહેર

01:26 PM Dec 21, 2024 IST | Bhumika
મોરબી બાર એસો ના પ્રમુખ તરીકે ચેતન સોરિયા વિજેતા જાહેર

મોરબી બાર એસોસિએશનની ચૂંટણી આજે મોરબી કોર્ટ સંકુલ ખાતે યોજાઈ હતી જેમાં આજે સાવરથી જ શાંતિપુર્ણ માહોલ વચ્ચે મતદાન શરૂૂ થયું હતું. જેનુ સાંજના પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં પ્રમુખ તરીકે ચેતનભાઈ સોરીયા, ઉપપ્રમુખ તરીકે જીતેનભાઈ અગેચણીયા વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.
મોરબી બાર એસોસિએશનના 4 પ્રમુખ ઉમેદવારો, 4 ઉપપ્રમુખ પદના ઉમેદવારો, સેક્રેટરી સહિતના સભ્યો માટે આજે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં સાંજે મત ગણતરી કરતા પ્રમુખ તરીકે ચેતનભાઈ સોરીયા, ઉપપ્રમુખ તરીકે અગેચણીયા જીતેનભાઈ, સેક્રેટરી તરીકે અશોકભાઈ ખુમાણ અને જોઈન્ટ સેક્રેટરી તરીકે કણઝારીયા ચિરાગ વિજેતા જાહેર થયા છે તે ઉપરાંત કારોબારી તરીકે પરમાર કરમશી, સંધાણી મોનિકા અને ગોલતર રાહુલ તેમજ મુછ્ડીયા કમલાબેન મહિલા પ્રતિનિધિ તરીકે બિનહરીફ વરણી પામ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement