For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રિયલ એસ્ટેટ ઉદ્યોગને હાશકારો, ફલાવર બેડ, કમ્પ્લીશનનો પ્રશ્ર્ન ઉકેલાયો

04:11 PM Oct 17, 2025 IST | Bhumika
રિયલ એસ્ટેટ ઉદ્યોગને હાશકારો  ફલાવર બેડ  કમ્પ્લીશનનો પ્રશ્ર્ન ઉકેલાયો

10થી 12 એસોસિએશનની રજૂઆતના પગલે બિલ્ડરોને દંડ ફટકારી કમ્પ્લીશન સર્ટી. આપવા નિર્ણય

Advertisement

છેલ્લા કેટલાક મહીનાઓથી વહીવટી ગ્રુપના કારણે રાજકોટની 15000 થી વધુ મિલ્કતોનુ કમ્પ્લીશન સર્ટીફીકેટ અટવાઇ ગયા હતા જે બાબતે રાજકોટ શહેરના અલગ અલગ ધંધા સાથે સંકળાયેલા 10 થી 12 એસોસિએશન દ્વારા રાજય સરકારે રજુઆત કરવામા આવી હતી આ બાબતે રાજય સરકારે હકારાત્મક ઉકેલ લાવતા તમામ એસોસીએશને આભાર વ્યકત કરી નિર્ણયને આવકાર્યો છે.

રાજ્ય સરકારને રાજકોટ શહેર ના અલગ અલગ ધંધા સાથે સંકળાયેલ 10 થી 12 એસોસિયેશન દ્વારા કરવામાં આવેલ મુદાઓ ઉપર નજર કરીયે તો છેલ્લા 15 મહિના જેટલા સમય થી રાજકોટમાં વહીવટી ગુચને કારણે આશરે 15000 થી વધારે મિલ્કતો જેવીકે મકાનો, રેહણાક હેતુ માટેના ફ્લેટસ, ઓફિસો, દુકાનો વગેરેમાં ભોગવટા પ્રમાણપત્ર (કમ્પ્લીશન સર્ટીફીકેટ) આપવાનું સ્થગિત થઇ ગયેલ હતું.

Advertisement

ભોગવટા પ્રમાણપત્ર (કમ્પ્લીશન સર્ટીફીકેટ) ન મળવાને કારણે બાંધકામ ઉદ્યોગ ઠપ્પ થઈ જવાથી આની સાથે સંકળાયેલ નાના મોટા ધંધાર્થીઓ કે જેવો હાર્ડવેર, કિચન એપ્લાયન્સ, રેતી, ઈટ, કપચી, સિમેન્ટ, લાદી, ઇલેક્ટ્રિક સામાન, પ્લમ્બિંગ સામાન જેવા આશરે 300 થી વધારે નાના મોટા BUSINESS સાથે સંકળાયેલ છે તેવા હજારો વેપારીઓ કૃત્રિમ મંદીનો સામનો કરી રહ્યા છે તથા તેમની આવક બંધ થઈ જવાથી કે અત્યંત ઓછી થઇ જવાથી કલ્પના પણ ન કરી શકાય તેવી નાણાકીય ભીડમાં તેમજ વ્યાજના વિષચક્કર માં ફસાયેલ છે.
ભોગવટા પ્રમાણપત્ર (કમ્પ્લીશન સર્ટીફીકેટ) ન મળવાને કારણે નવું બાંધકામ બંધ થઈ જતા આની સાથે સંકળાયેલ રોજમદાર વર્ગ જેમકે મજુર, કડિયા, લાદી કાપતા લગાડતા અને ઘસવા વાળા, કાચા માલ-સામાનની હેરફેર કરતા રિક્ષા વાળા, રેકડી વાળા, ટ્રેકટર મેટાડોરના ડ્રાઈવર, પ્લમ્બર, ઇલેક્ટ્રિકના કારીગર જેવા હજારો લાખો લોકો ની રોજમદારી બંધ થઇ જતા નાણાકીય મુશ્કેલીમાં પીડાઈ રહ્યા છે. આવા રોજમદારી ઉપર નભતા લોકોના બાળકોના શિક્ષણ ઉપર અને તેવો ના કુટુંબના સભ્યો બીમાર થાય ત્યારે અપૂરતી નાણાકીય જોગવાઈને કારણે તેમની સારવારમાં પણ ઉણપ રહે છે.

ઉપરોક્ત લોકોને નાણાકીય ભીડ ને કારણે સીધી રીતે સંકળાયેલ નહિ પરંતુ આડતરીક રીતે સંકળાયેલ નાના ચાના, પાનના, કરીયાણાના, શાકભાજીના વેપારીઓ જેવા અનેક ધંધાર્થીઓ ના ધંધાને પણ મોટી અસર પડેલ છે આશરે 15000 જેટલા યુનિટોનું ભોગવટા પ્રમાણપત્ર (કમ્પ્લીશન સર્ટીફીકેટ) ન મળવાને કારણે આવા કુટુંબોના લોન ના છેલ્લા હપ્તા અટકી જતા તેમજ ખરીદ કરેલ મિલકતમાં રેહવા ન જઈ શકવાને કારણે તેવોને લોનના હપ્તાના તેમજ ભાડાનો એમ બંને રીતે આર્થિક માર પડેલ છે જેને લઇ આર્થિક સંકડામણ આવતા તેવો નિરાશ થઈ ગયેલ છે. જે સામાન્ય લોકોએ ઓફીસ ખરીદ કરેલ છે તેવોને સમયસર પોતાની ઓફીસનો કબ્જોન મળવાથી પોતાનો વ્યવસાય સમયસર ચાલુ કરી શકેલ નથી જેને લઈને તેવો નાણાકીય ભીડની સાથે સાથે નિરાશ થઇને ડીપ્રેસનમાં આવી ગયેલ છે.

ભોગવટા પ્રમાણપત્ર (કમ્પ્લીશન સર્ટીફીકેટ) ન મળવાને કારણે ખરીદેલ મિલકતના દસ્તાવેજ ન થઈ શકવાથી સરકારની પણ સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ફી ની આવક માં મોટું ગાબડું પડેલ છે જેની અસર રાજ્યના વિકાસ પર પડેલ છે નવું બાંધકામ અટકી જતા વધારા ની ઋજઈં પર સત્તામંડળ ને ચુકવવામાં આવતી રકમ માં મોટો ઘટાડો આવતા શહેર નો વિકાસ અટકી ગયેલ છે તેમજ ભોગવટા પ્રમાણપત્ર (કમ્પ્લીશન સર્ટીફીકેટ) ન મળવાને કારણે ખરીદેલ મિલકત નું હાઉસ ટેક્સ નું રજીસ્ટ્રેશન ન થતા નવા હાઉસ ટેક્સ ની આવક પણ બંધ થઈ ગયેલ છે.

રાજકોટમાં હજારોની સંખ્યા રહેલ નાના મોટા હજારો કારખાના, અનેક વ્યવસાય સાથે સંકળાયેલ હજારો કર્મચારીઓને પણ ભોગવટા પ્રમાણપત્ર (કમ્પ્લીશન સર્ટીફીકેટ) ન મળવાને કારણે ખરીદેલ મિલકત માં હપ્તા અને ભાડાની રકમ એમ બંને રકમ નો માર પડતા તેવો પણ નાણાકીય ભીડ અનુભવતા પોતાની નોકરીમાં સરખું ધ્યાન દઈ ન શકતા આવા કારખાનાની તેમજ વ્યવસાય ની PRODUCTIVITY માં મોટી અસર સ્પષ્ટ રીતે દેખાઈ રહેલ છે. ઉપરોક્ત તમામ પરિબળો બાબતે 10 થી 12 એસોસિયેશન ની માંગણી ને ધ્યાને લઈને સરકાર દ્વારા ભવિષ્યમાં આ પ્રકાર નું કાર્ય ન થાય તેને ધ્યાને લઇ બિલ્ડરો ને આકરો દંડ કરી ભોગવટા પ્રમાણપત્ર ને લગત વહીવટી ગુંચ ઉકેલી ને લોકહિતમાં એક યોગ્ય અને ખુબજ સહકાર દર્શાવતો અસરકારક નિર્ણય લેવામાં આવેલ છે તેને તમામ એસોસિયેશન એ ઉત્સાહપૂર્વક વધાવીને સરકારનો આભાર વ્યક્ત કરે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement