ભાયાવદરમાં ગુનાહિત પ્રવૃત્તિ કરતા શખ્સોના ઘરે ચેકિંગ, વીજચોરી ઝડપાઈ
ગુજરાત રાજ્ય ડીજીપી વિકાસ સહાયની કડક સૂચના મુજબ સમગ્ર ગુજરાતમાં ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકો સામે 100 કલાકમાં કડક કાર્યવાહી હાથ ધરી પગલાં ભરવા માટે તંત્રને આદેશ આપવામાં આવ્યો છે ત્યારે ભાયાવદર પોલીસ સ્ટેશનના વિવિધ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વીજ મીટર ચેક કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ભાયાવદરના પોલીસ સ્ટેશન હેઠળ આવતા ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ તંત્ર અને PGVCLતંત્ર દ્વારા ગેરકાયદેસર વીજ જોડાણ તથા વીજ મીટરોના ચેકિંગ ગુજરાતના ડીજીપીની કડક સૂચનાથી ગુનાહિત ઈતિહાસ ધરાવતા લોકો પર કાર્યવાહીનો અમલ શરૂૂ કરી દેવામાં આવ્યો હતો.
ભાયાવદર પોલીસ તંત્ર તથા PGVCLવિભાગ તાત્કાલિક હરકતમાં આવી ઢાંક ગામે આલાભાઈ બધાભાઈ બટ નામના રબારી શખ્સને ત્યાંથી 135 કલમ મુજબ રૂૂ. 78,724 ની વીજ ચોરી પકડાતા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને શહિદ ખારચીયા ગામે ગુનાહિત ઈતિહાસ ધરાવતા રાહુલ ભીખુભાઈ પંચાસરાને ત્યાં તપાસ હાથ ધરવામાં આવતા તેને ત્યાંથી પણ 135 કલમ મુજબ વીજ ચોરી પકડાઈ હતી તેને ત્યાંથી પણ 4,627 રૂૂ. ને વીજ ચોરી ઝડપાતા 135 કલમ મુજબ કાર્યવાહી હાથ કરવામાં આવી હતી. આ કડક કાર્યવાહીને કારણે ભાયાવદર વિસ્તારમાં ગુનાહિત ઈતિહાસ ધરાવતા અસામાજિક તત્વોમાં ભારે ફાફડાટ વ્યાપી ગયો હતો.