મુંદ્રા પોર્ટ પર ક્ધટેઇનરોના ચેકિંગ- નિરીક્ષણથી નિકાસકારોને મુશ્કેલી
ટર્મીનલ હેન્ડલિંગ ચાર્જએ ક્ધટેઇનરોના દર કરતા વધારે સહિતનાં પ્રશ્ર્નો અંગે રાજકોટ ચેમ્બરની કસ્ટમ્સમાં રજૂઆત
તાજેતરમાં અમદાવાદ-ચીફ કમિશ્નર ઓફ કસ્ટમ્સની અધ્યક્ષતામાં વોચડોગ કમિટીની મિટીંગ યોજવામાં આવેલ હતી. જેમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રા ઓનલાઈન જોડાઈ નિકાસકારોને પડતી મુશ્કેલીઓ અંગે વિવિધ રજૂઆતો કરવામાં આવેલ હતી.
જેમાં ખાસ કરીને નિકાસકારો દ્વારા વિશ્વના અનેક દેશોમાં માલની નિકાસ કરવામાં આવી રહી છે. તેમજ નિકાસનું પ્રમાણ પણ દિન-પ્રતિદીન વધી રહ્યું છે. ત્યારે પ્રવર્તમાન પ્રક્રિયા મુજબ, ચેકિંગ/નિરીક્ષણ માટે પસંદ કરાયેલ ક્ધટેઈનરને ટર્મીનલ્સથી CFS માં ખસેડવામાં આવે અને CFS થી ટર્મીનલ પર પરત ફેરવવામાં આવે. જેનાથી ડિસ્પેચમાં ખુબ જ વિલંબ થાય છે અને સમય, નાણાં અને પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડે છે. વધુમાં નિકાસકા રોને બુકિંગ સુધારા ચાર્જે, શટ આઉટ ચાર્જ, આગામી નવી શીપના ભાડામાં વધારો, સ્ટોરેજ ચાર્જ, MICT CFS ચાર્જ, ડોક્યુમેન્ટ ચાર્જ અને થર્ડ પાર્ટી દંડ જેવા વિગેરે સામે ખુબ જ મોટી રકમ ચુકવવી પડે છે. એક શિપીંગ બીલમાં બે અથવા વધારે ક્ધટેઈનર હોય છે અને નિરીક્ષણ માટે એક ક્ધટેઈનર પસંદ કરવાના કિસ્સામાં નિકાસકારોને નિરીક્ષણ માટે પસંદ કરાયેલ ક્ધટેઈન2 સાથે ચોકક્સ શીપીંગ બીલમાં સમાવિષ્ટ બાકીના બધા ક્ધટેઈનરો પાછા મોક્લવાની ફરજ પડે છે.
આ સૌથી પ્રતિકુળ અસર કરતી પ્રક્રિયા છે કારણ કે, નિકાસકારને નિરીક્ષણ માટે પસંદ કરાયેલ ન હોય તેવા સમાન શીપીંગ બીલમાં દર્શાવવામાં આવેલ અન્ય તમામ ક્ધટેઈનરોનો સ્થળાંતરનો ખર્ચ ભોગવવો પડે છે અને આર્થિક નુકશાન પણ આવે છે. તેથી માત્ર ટર્મીનલ ઉપર જ નિરીક્ષણ પક્રિયા હાથ ધરવા અને ચકાસણી માટે પસંદ કરાયેલા કેન્ટેઈનરો તે જ શીપમાં મોકલવાની તાત્કાલીક વ્યવસ્થા કરવી.
સાથો સાથ ટર્મીનલ હેન્ડલીંગ ચાર્જ (THC) એ શિપીગ ટર્મીનલ દ્વારા ક્ધટેઈનરને શીપ ઉપર લોડ કરતા પહેલા સંગ્રહ અને સ્થાન આપવા માટે લેવાતી ફી છે. કેટલાક કિસ્સાઓમાં ટર્મીનલ હેન્ડલીંગ ચાર્જ (THC) એ ક્ધટેઈનરોના દર કરતા પણ ખુબ જ વધારે વસુલવામાં આવી રહ્યો છે. જે નિકાસકા રોના માલના સંગ્રહ ખર્ચ ઉપર અસર પડે છે. આમ નિકાસકારોને આર્થિક રાહત આપવા માટે તેને નિયંત્રીત કરવા રજુઆત કરવામાં આવેલ હતી.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા રજુ કરવામાં આવેલ વિવિધ મુદાઓ અંગે અમદાવાદ ચીફ કમિશ્નર ઓફ કસ્ટમ્સએ હકારાત્મક અભિગમ દાખવી યોગ્ય નિરાક રણ લાવવા ખાત્રો આપેલ હતી. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.