રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પ્રેમીપંખીડાં વચ્ચે બબાલ: યૂવતી આખો દિવસ ફોન પર વાતો કરવા ફરજ પાડતા યુવકનો અભ્યાસ બગડતો!

11:24 AM Sep 02, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

મહેસાણા શહેરમાં 181ની ટીમને મળેલ એક કોલમાં સોશિયલ મીડિયા દ્વારા મહેસાણા અને અરવલ્લી જિલ્લાના યુવક યુવતી વચ્ચે શરૂ થયેલા પ્રેમની સફરના 1 વર્ષમાં જ પ્રેમિકાએ લગ્નની જીદ કરી યુવકને મહેસાણાના બસ સ્ટેન્ડમા મળવા બોલાવી વિવાદ સર્જ્યો હતો.પ્રેમી યુવક લગ્ન માટે તૈયાર ન થતા પ્રેમિકાએ 181ની મદદ માંગી તેનો પ્રેમી પરેશાન કરતો હોવાની રજુઆત કરી હતી.

મહેસાણા બસ સ્ટેન્ડમા પ્રેમી પંખીડા વચ્ચે સર્જાયેલ વિવાદ માં 181 ની ટીમે સ્થળ પર પહોંચી યુવક યુવતી બંનેની રજુઆત સાંભળી જતી.જેમાં યુવકે યુવતીએ પોતે પ્રથમ લગ્ન કરી છૂટું લીધું હોવાની વાત પોતાના પરિવારને સમજાવી અને અભ્યાસ પૂર્ણ કરી પગભર બની લગ્ન કરવા તૈયારી બતાવી હતી.જોકે હાલમાં યુવતી યુવકને ફૂલ ટાઈમ ફોન પર વાતો કરવા ફરજ પાડતી હોઈ યુવકનો અભ્યાસ બગડતો હોવાનું અને પોતાને પગભર બનવામાં તકલીફ પડતી હોવાની રજુઆત કરી હતી.

જોકે યુવતી માત્ર 1 વર્ષમાં પોતાના ઇન્સ્ટાગ્રામ થી થયેલ પ્રેમ સબંધોમાં યુવક સાથે પ્રેમ લગ્ન કરવા જીદે ચડેલી હતી.જેથી 181 ની ટીમે યુવક યુવતીને લગ્નનો નિર્ણય તેમના જીવનની તમામ બાબતો સ્પષ્ટ કરી પોતાના પરિવાર ને સમજાવવા પ્રયાસ કરવા તેમજ યુવક અભ્યાસ બાદ પગભર બને તો લગ્ન બાદ બંનેનું લગ્ન જીવન સારું ચાલે માટે યુવક ને થોડો સમય આપવા યુવતીને સમજાવી હતી. તેમજ યુવક યુવતીને વિશ્વાસ ન તોડવા તેની સાથે લગ્નની બાબતે સ્પષ્ટતા કરી લેવા સમજ આપી હતી.તેમજ છતાં યુવતી ને પોતાની સમસ્યામાં આગળ જતાં જરૂરી કાનૂની સલાહ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતુઁ.યુવક યુવતી બંને 181 ના પ્રયાસ થી તેમના વચ્ચે સર્જાયેલ વિવાદ નું સમાધાન કરી છુટા પાડયા હતા.

Tags :
gujaratgujarat newsMehsanaMehsana news
Advertisement
Next Article
Advertisement