ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગોંડલ ગણેશ જાડેજા સહિતના આરોપીઓ સામે ચાર્જશીટ: પુરાવાના નાશની કલમ ઉમેરાઇ

12:03 PM Aug 03, 2024 IST | Bhumika
Advertisement

જુનાગઢના દલીત યુવાનનું અપહરણ કરી હુમલો કરવાના કેસમાં અંતે પોલીસે ગોંડલના ગણેશ જાડેજા સહીતના 11 આરોપીઓ સામેનું ચાર્જશીટ કોર્ટમાં રજુ કર્યું છે. આ કેસની તપાસ પોલીસ પુરી કરી કોર્ટમાં ચાર્જશીટ રજુ કરવા સાથે તમામ સામે પુરાવાનો નાશ કવાની કલમનો ઉમેરો કર્યો છે.

Advertisement

ગત તા. 29 મેના જૂનાગઢના દાતાર રોડ પરથી અનુસૂચિત જાતિ સમાજના આગેવાનના પુત્ર સંજય ઉર્ફે ચંદુ સોલંકીનું અપહરણ કરી ખુની હુમલો થયો હતો. આ મામલે ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિતના 11 શખ્સો સામે અપહરણ હત્યાનો પ્રયાસ, એટ્રોસિટી સહિતની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તા. 5 જૂનના જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશ જાડેજા સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી. કોર્ટે રિમાન્ડ ના મંજૂર કર્યા હતા. ગણેશ જાડેજા સહિતનાઓના જામીન ના મંજૂર થયા હતા. હવે હાઇકોર્ટમાં આગામી તા. 7ના જામીન અંગે સુનાવણી થનાર છે.

જૂનાગઢ પોલીસે બે માસમાં આ કેસની તપાસ પૂર્ણ કરી છે અને ગણેશ જાડેજા સહિતના આરોપીઓ સામે 4500થી વધુ પેજનું ચાર્જશીટ કોર્ટમાં રજૂ કર્યું છે. ફરિયાદમાં હથિયાર બતાવી નગ્ન કરી ધમકી આપ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આરોપીઓ પાસેથી હથિયાર મળ્યું નથી. આથી પુરાવાના નાશની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે.

Tags :
Gondal Ganesh Jadejagujaratgujarat news
Advertisement
Next Article
Advertisement