For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નવ-નવ લોકોના જીવ લઇ લેનાર તથ્ય પટેલ સામે અઢી વર્ષે કોર્ટમાં ચાર્જફ્રેમ

04:26 PM Nov 18, 2025 IST | admin
નવ નવ લોકોના જીવ લઇ લેનાર તથ્ય પટેલ સામે અઢી વર્ષે કોર્ટમાં ચાર્જફ્રેમ

વર્ષ 2023માં 20 જુલાઈની રાત્રે અમદાવાદમાં બેફામ સ્પીડે જેગુઆર કાર દોડાવી ઈસ્કોનબ્રિજ પર અકસ્માત સર્જી 9 લોકોનાં મોત નિપજાવનારા તથ્ય પટેલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. એમાં સુપ્રીમ કોર્ટે તથ્ય પટેલ સામે 3 સપ્તાહમાં ચાર્જફ્રેમ કરવા અને સાક્ષીઓનાં નિવેદન લેવાની શરૂૂઆત કરવા હુકમ કર્યો હતો. તેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની સામે ચાર્જફ્રેમ કરવામાં આવ્યા છે. ત્યાર બાદ સાક્ષીઓની જુબાની શરૂૂ થશે.

Advertisement

તથ્ય પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં તમામ કલમો અંતર્ગત ચાર્જફ્રેમ થયા છે. તેની સાથે સાથે પિતા પ્રજ્ઞેશ પટેલ પર પણ ચાર્જફ્રેમ કરવામાં આવ્યા છે. જજે તેમની પર લાગેલી કલમો બોલી, કાગળ ઉપર સહી લીધી હતી. હવે સાક્ષીઓ તપાસવાની કામગીરી શરૂૂ થશે.અમદાવાદ ઇસ્કોનબ્રિજ અકસ્માત કેસમાં મોંઘીદાટ જેગુઆર ગાડી વડે 09 લોકોને કચડીને મોતના મુખમાં ધકેલી દેનાર કારચાલક તથ્ય પટેલ સામે પોલીસે IPC 279, 337, 338, 304, 504, 506(2), 308, 114, 118 અને મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત કલમ 177, 189, અને 134 અંતર્ગત ફરિયાદ નોંધીને ઘટના બન્યાના 7 દિવસમાં 1684 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી.

તથ્ય સામે IPC ની કલમ 304 લાગી છે, જેમાં 10 વર્ષ કેદની સજાની જોગવાઈ છે, તેમાંથી ડિસ્ચાર્જ મેળવવા હાઇકોર્ટમાં અરજી થઈ છે, જે અરજી પેન્ડિંગ છે.2023માં ચાર્જશીટ થઈ ત્યારે કુલ 14 દસ્તાવેજી પુરાવા અને 09 મૃતકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ રજૂ કરાયા હતા. કુલ 191 સાક્ષી છે. ચાર્જશીટ મુજબ મરનારી વ્યક્તિઓની સંખ્યા 09 છે. સી.આર.પી.સી.ના 164 નિયમ મુજબ 08 વ્યક્તિનાં નિવેદન લેવાયાં છે, જેમાં 05 અકસ્માત સમયે તથ્યની ગાડીમાં હાજર તેના મિત્રો પણ હતા. અકસ્માતમાં 12 વ્યક્તિ ઘાયલ થયા હતા. કુલ 25 વ્યક્તિનાં પંચનામાં કરાયાં હતા. 08 વ્યક્તિનાં સારવાર સર્ટિફિકેટ રજૂ કર્યા હતા છે. ઋજકના 15 રિપોર્ટ રજૂ કરાયા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement