For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

GSTના અમલના 8 વર્ષ બાદ પણ અંધાધૂંધી જેવી સ્થિતિ

06:03 PM Jun 12, 2025 IST | Bhumika
gstના અમલના 8 વર્ષ બાદ પણ અંધાધૂંધી જેવી સ્થિતિ

Advertisement

ગુજરાતમાં સાત-સાત વર્ષથી અપીલના કેસોના હિયરિંગ બંધ, સરકારના કમાઉ દીકરા જેવા હજારો વેપારીઓ હેરાન-પરેશાન, ટ્રિબ્યુનલના પણ ઠેકાણા ન હોવાથી અપીલ અધિકારીઓની લાચારી

Advertisement

જપ્તીના કેસો પણ ચાલતા ન હોવાથી વેપારીઓના માલ અને નાણા બંન્ને ફસાયા, ચેક પોસ્ટો ઉપર પકડાયેલ માલમાં 18 ટકાના બદલે 36 ટકા ટેક્સની લૂંટફાટ

સ્ટેટ જીએસટી કચેરીમાં પેન્ડિંગ અરજીઓના ઢગલા, સ્ટાફની તંગી અને વર્કલોડના અપાતા બહાના, આમ જનતાના કરોડો રૂપિયા ફસાયેલા છે છતા ‘વિકાસ’ના નામે સરકાર બેધ્યાન

દેશભરમાં જીઅસેટીના અમલ બાદ સંખ્યાબંધ સુધારા વચ્ચે આજે આઠ વર્ષ બાદ પણ અમલવારીમાં અંધાધૂંધી જેવી સ્થિતી હોવાથી અને ગોઠવાતા કરદાતાએ ભારે હેરાન-પરેશાન થઇ રહ્યા છે. સરકારમાં દરેક કક્ષાએ વિવિધ સંગઠનો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતા કોઇ પરિણામો નહીં આવતા વ્યાપાર-ઉદ્યોગક્ષેત્ર ઉપર તેની માઠી અસરો પડી રહી છે.

ગુજરાતની જ વાત કરીએ તો સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની કચેરીમાં અપીલના કેસોની છેલ્લા સાત વર્ષથી હિયરિંગ જ થતી ન હોવાથી વેપારીઓની હાલાકીનો પાર રહ્યો નથી. તેમાંય ખાસ કરીને નવા જીએસટી રજિસ્ટ્રેશન માટેની નકારી કાઢેલી અરજીઓના કેસમાં તાકીદે હિયરિંગ થવું જરૂરી હોવા છતાંય હિયરિંગ ન થતું હોવાથી વેપારીઓ તેમનો ધંધો જ કરી શકતા નથી. આ પ્રકારની અંદાજે 700થી 1000 અરજીઓ પેન્ડિંગ હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ સિવાય પણ બીજી 1500 અરજીઓ પેન્ડિંગ પડી છે. બીજીતરફ ચેકપોસ્ટ પર રોકવામાં આવેલી અને જપ્ત કરવામાં આવેલી માલ ભરેલી ગાડીઓ સામે એસજીએસટી એક્ટની કલમ 129 અને કલમ 130 હેઠળ કરવામાં આવેલા કેસોની અપીલ પણ વરસોના વરસ ચાલતી ન હોવાથી વેપારીઓના માલ અને નાણાં બંને સલવાયેલા રહે છે.

અમદાવાદમાં આ પ્રકારની સૌથી વધુ અરજીઓ પેન્ડિંગ છે. તેને માટે સ્ટેટ જીએસટી કચેરી કારણો આપતા જણાવે છે કે તેમની પાસે દોઢ બે વર્ષથી સ્ટાફ જ નથી. સ્ટાફ છે ત્યાં વર્કલોડ એટલો વધારે છે કે તેઓ અપીલના કેસ ચલાવી શકતા જ નથી. રજિસ્ટ્રેશન મળી ગયા પછી એડ્રેસ ચેન્જ માટે કરવામાં આવતી અરજીઓનો પણ મહિનાઓ સુધી નિકાલ કરવામાં આવતો નથી. પરિણામે એડ્રેસ બદલનારા વેપારીઓને તકલીફ પડી રહી છે. કારણ કે તેમના રજિસ્ટ્રેશન જૂના સરનામા પર થયેલા છે.

બીજું વેપારીનો માલ લઈ જતી ગાડી ચેકપોસ્ટ પર પકડાઈ હોય અને વેપારીએ તે વખતે જે તે ભરવાની રકમ અને દંડ ભરી દઈને માલ બગડી જતો અટકાવવા ગાડી છોડાવી લીધી હોય અને અપીલમાં ગયા હોય તેવા કેસમાં પણ અપીલો ચાલતી ન હોવાથી વેપારી આલમ પરેશાન છે. આ પ્રકારની અપીલો તો 2017માં જીએસટી લાગુ કરવામાં આવ્યો ત્યારથી ચલાવવામાં આવતી જ નથી. છેલ્લા સાત વર્ષથી આ પ્રકારની સેંકડો અપીલો પેન્ડિંગ હોવાનું જાણવા મળી રહ્યું છે.

જીએસટીમાં કલમ 129 અને કલમ 130 બંને લાગુ કરવામાં આવે છે. કલમ 129માં ચેકપોસ્ટ પર પકડાયેલા માલ પર લાગતી ડયૂટીની રકમ જેટલી જ રકમ વધારે જમા કરાવવી પડે છે. ઉદાહરણ આપીને વાત કરવામાં આવે તો રૂૂા.100ના માલ પર 18 ટકા ટેક્સ ભર્યો હોય અને તે ગાડીને કોઈ કારણોસર ચેકપોસ્ટ પર પકડવામાં આવે તો તે વેપારી પાસે રૂૂા. 36 દંડ પેટે વસૂલવામાં આવે છે. આમ સો ટકા દંડ કરવામાં આવે છે. કલમ 130 લગાડવામાં આવે તો રળ. 100ના બિલ પર રૂૂા. 18 જીએસટી પેટે ભરવાનો થતો હોય તો તેવા કિસ્સાઓમાં જો કલમ 130 લાગુ કરવામાં આવે તો તે વેપારી પાસે રૂૂા. 18ની બદલે રૂૂા. 54 જીએસટી પેટે વસૂલવામાં આવે છે. તદુપરાંત માલની કિંમતના રૂૂા.100 અલગથી ભરાવવામાં આવે છે. આમ રૂૂા. 100ના માલ પર રૂૂા.154 ભરાવવામાં આવે છે.

સ્ટેટ જીએસટી દ્વારા કલમ 129 કે પછી કલમ 130 હેઠળ ભરાવવામાં આવતા નાણાં વેપારીઓને કયાંય મજરે આપવામાં આવતા જ નથી. આ નાણાંને કોઈપણ રીતે સેટ ઓફ કે એડજસ્ટ કરી શકાતા નથી. હા, વેપારી અપીલમાં જાય અને અપીલમાં વેપારીની તરફેણમાં ચૂકાદો આવે તો તેવા સંજોગોમાં જ વેપારીને પૈસા પરત મળી શકે છે. અન્યથા પૈસા બ્લોક થઈ જાય છે. આમ છેલ્લા સાત વર્ષે સેંકડો કેસોમાં કરોડો રૂૂપિયા બ્લોક થઈ ગયેલા પડયા છે.

આ કેસો ચલાવવાની જવાબદારી ડેપ્યુટી કમિશનર અપીલની છે. ગુજરાતમાં અપીલ ચલાવવા માટે 15થી 20 ડેપ્યુટી કમિશનર અપીલ છે. આ કેસોનો નિકાલ કરવા માટે ચીફ કમિશનર રાજીવ ટોપનો, સ્પેશિયલ કમિશનર ભારતી મેડમ અને એચ.સી. હેરમા જવાબદાર છે. તેમની દલીલ છે કે અત્યારે ટ્રિબ્યુનલ બની જ નથી. તેથી કેસ ચાલતા જ નથી.

ટ્રિબ્યુનલ માટેના નિયમો બે મહિના પૂર્વે બની ગયા છે. જીએસટી આવ્યાને આઠ વર્ષ પૂરા થવા આવ્યા છે છતાં ટ્રિબ્યુનલ બની જ નથી. ટ્રિબ્યુનલ કયારે બનશે તેનો હજી અણસાર મળતો નથી. ટ્રિબ્યુનલ માટે જજ પણ નિમાયા નથી.

વેપારી હાજર થાય તો પણ ટ્રાન્સપોર્ટર્સની ગાડી છોડતા નથી

ચેકપોસ્ટ પરથી પકડાયેલી ગાડીઓના કિસ્સામાં કલમ 130 હેઠળ ઓર્ડર કરવામાં આવ્યો હોય અને બહુ જ મોટી રકમ ભરવાની આવી હોય તો તેવા સંજોગોમાં વેપારીઓ 25 ટકા રકમ ભરીને અપીલમાં જવાનું પસંદ કરે છે. આ રીતે 25 ટકા રકમ જમા કરાવી હોવા છતાંય તેમનો માલ અને ગાડી છોડવામાં આવતા જ નથી. વેપારી સો ટકા રકમ જમા કરાવે તો જ માલ અને ગાડી છોડે છે. સ્ટેટ જીએસટીએ ઊભી કરેલી ડિમાન્ડની રકમમાંથી 25 ટકા ભરીને અપીલમાં ગયેલા વેપારીની અપીલ પણ ચાલતી નથી અને ગાડી કે માલ છૂટતા જ નથી. વેપારીએ ટ્રાન્સપોર્ટરને તેની રોજની રકમ ચૂકવવાની આવે છે. ટ્રાન્સપોર્ટર્સની આવક અટકી જાય તો તેની ગાડીના હપ્તા ભરાતા નથી. તેથી ગાડીની લોનના વિવાદ ઊભા થાય છે. સ્ટેટ જીએસટીએ રોકેલી ગાડી અમદાવાદના ચાંગોદર, સનાથળ, રામોલ વિસ્તારમાં ઊભા કરેલા ર્પાકિંગમાં રાખવામાં આવે છે. આ ર્પાકિંગનું પણ રોજનું રૂૂા.200નો ભાડું ભરવાની જવાબદારી વેપારીને માથે આવે જ છે. નિયમ મુજબ ગાડી જપ્ત કર્યા પછી વેચનાર કે ખરીદનાર વેપારી હાજર થઈ જાય તો તેવા કિસ્સાઓમાં ટ્રાન્સપોર્ટર્સની જવાબદારી પૂરી થઈ જાય છે. ટ્રાન્સપોર્ટર્સની ગાડી ઊભી રાખવાની જરળર જ નથી. છતાં માલ રાખવા માટે સ્ટેટ જીએસટી પાસે ગોદામ ન હોવાથી ટ્રકને છોડતા નથી. પરિણામે ટ્રાન્સપોર્ટર્સની હાલાકીમાં પણ વધારો થાય છે.(38.6)

Advertisement
Tags :
Advertisement
Advertisement