રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

નકલી કચેરીના મામલે ગૃહમાં ધમાલ, વિપક્ષ આખો દિવસ સસ્પેન્ડ

05:08 PM Feb 20, 2024 IST | Bhumika
Advertisement

ગુજરાત વિધાનસભામાં આજે પહેલી બેઠક સવારે 8.30 કલાકે શરુ થઇ હતી. શિક્ષકોની અછતના પ્રશ્નથી શરૂૂ થયેલી ગૃહની પ્રશ્નોતરીમાં નકલી કચેરીના પ્રશ્નથી ગરમાવો આવ્યો હતો. પ્રશ્નોતરી દરમિયાન નકલી કચેરીના મામલે કોંગ્રેસે સરકારને ઘેરી હતી. જોકે, મામલો ઉગ્ર બનતા કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાંથી વોકાઉટ કર્યો હતો. જ્યારે પાછળથી ભાજપે બહુમત્તીના જોરે કોંગે્રસના તમામ ધારાસભ્યોને આજે આખો દિવસ માટે સસ્પેન્ડ કરી દીધા હતા.
છોટાઉદેપુરમાં આવેલી નકલી કચેરીકાંડમાં સરકારે લીધેલા પગલાં મામલે કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીએ ગૃહમાં પ્રશ્ન પૂછ્યો હતો. છોટાઉદેપુરમાં આદિજાતિ વિભાગ નકલી સરકારી કચેરી અંગે વિધાનસભામાં તુષાર ચૌધરીએ કરેલા સવાલના જવાબમાં મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે, ખોટી કચેરી પકડાઈ તેની સામે કાર્યવાહી કરી અને ફોજદારી કેસ કર્યા છે. પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તપાસ ચાલુ છે. જોકે, છોટાઉદેપુરમાં આદિજાતિ વિકાસ વિભાગ નકલી કચેરી મુદ્દે સરકાર ભીંસમાં આવી ગઇ હતી. ધારાસભ્ય તુષાર ચૌધરી અને નેતા અમિત ચાવડાએ સરકારને ઘેરી હતી. જેને લઇને જવાબ આપવામાં અધ્યક્ષે ખુદ મધ્યસ્થી કરવી પડી હતી. સમગ્ર મામલે ગૃહમાં કોંગ્રેસે કહ્યું હતું કે, મિડીયા દ્વારા આખેઆખો મામલો ઉજાગર કરવામાં આવ્યો છે. આમ છતાં સરકાર આંખ આડા કાન કરીને કોને બચાવવાનો પ્રયાસ કરે છે. વિધાનસભાની અંદર ધારાસભ્યોએ જગ્યા પર ઊભા થઇને સૂત્રોચ્ચાર કર્યા હતા.

Advertisement

આદિજાતિ વિભાગ નકલી કચેરી મુદ્દે ગૃહમાં વિપક્ષે હોબાળો મચાવ્યો હતો અને વિપક્ષના ધારાસભ્યોએ ‘નકલીકાંડ બંધ કરો’ના નારા લગાવ્યા હતા. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ તમામ લોકોને વારંવાર વિનંતી કરી હતી કે તેમની જગ્યા પર બેસી જાય અને નામજોગ જગ્યા પર બેસવા આદેશ પણ કર્યા હતા. આમ, છતાં ગૃહમાં સતત સૂત્રોચ્ચાર ચાલુ રહ્યો હતો અને આખરે કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ વોકઆઉટ કર્યું હતું.

આ દરમિયાન વિધાનસભા ગૃહમાં સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે આ તમામ સભ્યોને આજના દિવસ બંને બેઠકો માટે નેમ કરવામાં આવે એવી દરખાસ્ત કરી હતી. જેને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે ટેકો જાહેર કર્યો હતો. વિધાનસભા અધ્યક્ષ દ્વારા આ તમામ સભ્યોને આજના દિવસની કામગીરી માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય જાહેર કરાતાં બંને બેઠકો માટે કોંગ્રેસના હાજર તમામ ધારાસભ્ય સસ્પેન્ડ થયા હતા.

હાલ ગૃહમાં ખૂબ સારી રીતે પ્રશ્નની ચર્ચાઓ થતી હતી. પરંતુ સત્ર દરમિયાન ભૂતકાળની રીતે વોકઆઉટ કે વિરોધની તક તેઓને નહોતી મળી માટે આજે મુદ્દો ઉપસ્થિત કરી આ પ્રશ્નમાં તેમણે હોબાળો કરી ગૃહની કાર્યવાહી ખોરવવાની પ્રક્રિયા કરી છે. પ્રશ્નોત્તરી કાળમાં ચર્ચા ન થાય તેવું વાતાવરણ સર્જ્યું છે, જેથી તેમને આજના દિવસ માટે ગૃહમાંથી બહાર મોકલી દેવામાં આવ્યા છે.

મંત્રી ઉડાઉ જવાબ આપે છે; અમિત ચાવડાનો આક્ષેપ
ગૃહની બહાર આવીને મીડિયા સમક્ષ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીની ડિગ્રી નકલી હોવાનો વિવાદ તો ચાલે જ છે. નકલી ધારાસભ્ય, નકલી અધિકારીઓ, નકલી સરકારી કચેરીઓ, નકલી સીરપ બધું નકલી પકડાઈ રહ્યું છે ત્યારે સરકાર લાજવાના બદલે ગાજી રહી છે. નકલી કચેરીઓ મારફતે 21 કરોડ રૂપિયાનું ચુકવણું સરકારે કર્યું છે. આઠ વર્ષથી નકલી કચેરી ચાલે છે. અસલી જવાબદાર કોણ, તેનો જવાબ સરકાર આપે. બહુમતીના જોરે વિપક્ષને દબાવવાનો પ્રયાસ કરાયો છે. તમામને સસ્પેન્ડ કર્યા છે. વિધાનસભાના નિયમોને આધીન અમે વિરોધ કર્યો છે અને મંત્રી ઉડાઉ જવાબ આપે છે, તેવું અધ્યક્ષને પણ જણાવ્યું છે.

વિપક્ષ દ્વારા પ્રશ્ર્નોતરી ખોરવવા પ્રયાસ થતા સસ્પેન્ડ કરાયા: પટેલ

કોંગ્રેસના આરોપ સામે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે કોઈપણ ફરિયાદના આધારે નહીં પરંતુ જ્યાં ખોટી પ્રવૃતિ ચાલતી હોય તો એ પ્રવૃત્તિમાં જાતે સુઓમોટો કરી પગલાં લીધા છે. વિપક્ષે કોઇ રજૂઆત નથી કરી, સરકારના ધ્યાનમાં આવતા આવી પ્રવુતિઓ સામે પગલાં લીધા છે.

Tags :
gujaratgujarat news
Advertisement
Next Article
Advertisement