ખોડિયાર કોલોનીમાં હાઇસ્પીડ બોલેરો પલટી જતા અફરાતફરી
11:51 AM Apr 26, 2025 IST
|
Bhumika
Advertisement
Advertisement
જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં શુક્રવારે બપોરે 12.30 વાગ્યાના અરસામાં એક બોલેરો કારના ચાલકે પોતાના વાહન પરથી કાબુ ગુમાવી દીધો હતો. ઓવર સ્પીડમાં આવેલી બોલેરો એકાએક પલટી મારી ગઈ હતી. ત્યારબાદ રોડની સાઈડમાં પાર્ક કરવામાં આવેલા ત્રણથી ચાર ટુ-વ્હીલર સાથે ટકરાઇ હોવાથી તે વાહનોમાં નુકસાની થઈ હતી, અને ત્યારબાદ પીજીવીસીએલના એક પોલ સાથે ટકરાઈને થંભી ગઈ હતી.જો કે આ અકસ્માતમાં સદભાગ્યે કોઈ જાનહાની થઈ ન હતી, અને આસપાસના લોકોએ એકત્ર થઈને અંદરથી બોલેરો ના ચાલકને બહાર કાઢી લીધો હતો. પરંતુ કેટલાક ટુવ્હીલરો નો કચ્ચરઘાણ નીકળી ગયો છે. જ્યારે બોલેરોમાં પણ નુકસાની થઈ છે. સમગ્ર મામલાની જાણ થતાં સીટી સી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે, અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
Next Article
Advertisement