શાળા-પ્રવેશોત્સવ-ક્ધયા કેળવણીના કાર્યક્રમમાં ફેરફાર કરાયો
વિધાનસભાની બે પેટા અને ગ્રામ્ય પંચાયતની ચૂંટણીની આચારસંહિતા ભંગની શક્યતા હોવાથી હવે તા. 26થી 28 જૂનનું આયોજન : CMની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં નિર્ણય
ગુજરાતમાં સોમવારથી શાળાઓમાં નવ શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. રાજ્યમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા અને છેવાડાના વિસ્તારોમાં વસતા બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તે માટે સરકાર દ્વારા શાળાપ્રવેશ્તોસ્વ અને ક્ધયા કેળવણી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. આ વર્ષે આ કાર્યક્રમમાં ગામ પંચાયત અને વિસાવદર-કડીની વિધાનસભાની પેટા ચૂંટણીના કારણે ફેરફાર થયો છે. હવે તા. 26થી 28 જૂન કાર્યકમ યોજાશે.
રાજ્યની શાળાઓમાં તા. 18થી 20 જૂન ત્રણ દિવસ શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણીના કાર્યક્રમો યોજવા શિક્ષણ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યુ ંહતું. જેમાં વિવિધ વિસ્તારમાં રાજ્યના મુખ્યમંત્રી, પ્રધાનો, ધારાસભ્યો, નેતાો અને અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી હતી. અને તેની તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી હતી. પરંતુ ત્યાર બાદ સરકાર ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો હતો જેથી શાળાના કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે.
ગુજરાતની આઠ હજારથીવધારે ગ્રામ પંચાયતની તા. 22 જૂન ચૂંટણી યોજાશે અને તા. 25મીએ પરિણામ જાહેર થશે જ્યારે કડી અને વિધાનસભાની પેટા ચૂંટણીનું તા. 19 જૂને મતદાન યોજાશે. આ ચૂંટણીની જાહેરાત થતાં જ રાજ્યભરમાં આદર્શ આચાર સંહિતાની અમલવારી લાગુ પડી જવાથી સરકારી કાર્યક્રમો ઉપર બ્રેક લાગી ગઈ હતી. જ્યારે તા. 18થી 20 જૂન શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી કાર્યક્રમ યોજાશે.
ઉપરોક્ત કાર્યક્રમમાં આચારસંહિતાનો ભંગ થશે કે કેમ તે અંગે વિચાર વિમર્શ કરવા અને શાળાપ્રવેશોત્સવ-ક્ધયા કેળવણીના કાર્યક્રમના મુખ્ય એજન્ડા સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની એક મહત્વની બેઠક યોજાઈ હતી. તેમાં કાર્યક્રમમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આચારસંહિતાનો ભંગ થાય તે માટે હવે તા. 26થી તા. 28 જૂન કાર્યક્રમ યોજવ નિર્ણય લેવાયો છે.
રાજ્ય સરકાર દ્વારા હાલ ગ્રામપંચાયતની ચૂંટણીની તૈયારી કરવામાં આવી રહી છે. આ ચૂંટણીને લઈને આચારસહિતાનો ભંગ ન થાય તે માટે શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણીના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેથી રાજ્યના મંત્રીઓ અને ઉચ્ચઅધિકારીઓ આ કાર્યક્રમોમા હાજરી આપી શકે ડ્રો આઉટ રેશિયો ઘટાડવા માટે સરકાર દ્વારા ઉપરોકત કાર્યક્રમો શરુ કર્યા છે જેને યોગ્ય પ્રધાન્ય મળે અને આચારસંહિતા જળવાઈ રહે તે માટે નિર્ણય લેવામાં આવ્યો હતો.
સીએમની અધ્યક્ષતામાં ઉમળેલી બેઠક બાદ તા.26થી 28 જૂન સુધી યોજાનાર શાળાપ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણીના કાર્યક્રમની તૈયારીઓ શરુ કરવામાં માટે શિક્ષણ વિભાગ તેમજ શાળાઓને સુચનાઓ આપવામાં આવી હતી જેતી શાળાકક્ષાએ હાલ તૈયારીઓ શરુ કરવામાં આવી છે.