GPSCની પરીક્ષાના પ્રશ્ર્નપત્ર એક અને બેની પધ્ધતિમાં બદલાવ
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા GPSCની પરીક્ષામાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં કુલ 11 પરીક્ષાઓમાં જાહેર સેવા આયોગ દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે. 11 કેડરની ભરતીમાં જે પ્રાથમિક કસોટી લેવામાં આવે છે તેને લઈને આ ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓના હિત માટે આ પરીક્ષાને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ફેરફાર મુજબ ભાગ 1નું પ્રશ્નપત્ર તમામ કેડર માટે એક સમાન રહેશે. જ્યારે ભાગ 2નું પ્રશ્નપત્ર વિષય પ્રમાણે અલગ અલગ રહેશે. અગાઉ દરેક કેડર માટે ભાગ એકનું પેપર અલગ નીકળતું હતું. 1 થી વધારે ભરતીમાં જે પણ ઉમેદવારો ભાગ લેશે તેમના માટે આ નિર્ણય ફાયદાકારક છે. આપને જણાવી દઈએ કે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આ પરીક્ષાઓ લેવામાં આવશે.
પરિણામ જલદી જાહેર થાય અને બીજી પરીક્ષાઓ ઝડપથી લેવામાં આવે તેવી વિદ્યાર્થીઓની અપેક્ષા હોય છે. જેથી વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય વેરા અધિકારી દ્વારા પરીક્ષામાં સંમતિ પત્રક લેવામાં આવશે. આ વખતે સંમતિ પત્રકમાં કોઈપણ પ્રકારની ફી લેવામાં નહીં આવે. સરકારના પૈસા અને સમય ન વેડફાય તે માટે આ પ્રક્રિયા કરવામાં આવી છે.