રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ફાગણ પૂર્ણિમાના મેળા નિમિત્તે રણછોડરાય મંદિર ડાકોરમાં દર્શન-આરતીના સમયમાં ફેરફાર

04:13 PM Mar 01, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

12થી 15 માર્ચ પરિક્રમા, રાજભોગ, ગૌપૂજા પણ બંધ રહેશે

Advertisement

ગુજરાતના ડાકોરમાં દર વર્ષે ફાગણ પૂર્ણિમાના દિવસે મેળાનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે લાખો શ્રદ્ધાળુઓ રણછોડજીના મંદિરે દર્શનાર્થે પહોંચે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ફાગણ પૂર્ણિમાના મેળાને લઈને તૈયારીઓ શરૂૂ થઈ ચુકી છે. જેના ભાગ રૂૂપે ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા ત્રણ દિવસ રણછોડરાયજીના દર્શન માટે સમયમાં વધારો કરવામાં આવ્યો છે. દર્શનાર્થે પહોંચનારા ભાવિ ભક્તોને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. નોંધનીય છે કે, 12 માર્ચથી 15 માર્ચ સુધી મંદિરની પરિક્રમા બંધ રહેશે.

આ સિવાય સુધીબહારના રાજભોગ, ગૌપૂજા અને તુલા પણ બંધ રાખવામાં આવ્યા છે. આ સિવાય પૂર્ણિમાનવા મેળાની તૈયારીને લઈને ડાકોર સર્કિટ હાઉસ ખાતે કલેક્ટરકખેડા જિલ્લા પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોઈ પ્રકારની નાસભાગ ન સર્જાય તે માટે વિશેષ ધ્યાન આપવા માટે સૂચન કરવામાં આવ્યું છે. મંદિરમાં દર્શનાર્થે આવતાં ભાવિ ભક્તો માટે મંદિરના પ્રાંગણમાં એલઈડી સ્ક્રીન મૂકી દર્શનની સુવિધા કરવામાં આવશે.

તેરસથી પૂનમ સુધી દર્શનનો સમય
- ફાગણ સુદ તેરસ બુધવારનો સમય
- સવારના 5.45 વાગ્યે નિજમંદિર ખુલશે
- 6.00 વાગ્યે મંગળા આરતી
- 6.00થી 8.30 સુધી દર્શન કરી શકાશે
- 8.30થી 9.00 સુધી દર્શન બંધ રહેશે
- 9.00 વાગ્યે શણગાર આરતી
- 9.00થી 12.00 સુધી દર્શન કરી શકાશે
- 12.00થી 12.30 સુધી દર્શન બંધ રહેશે
- 02 વાગ્યે ઠાકોરજી પોઢી જશે
- 03.30 વાગ્યે નિજમંદિર ખુલશે
- 03.45 વાગ્યે શયનભોગ આરતી
- 03.45 ઠાકોરજી પોઢી જશે

ફાગણસુદ ચૌદસને ગુરુવાર (હોળી પૂજન)
- સવારના 4.45 વાગ્યે નિજમંદિર ખુલશે
- 5.00 વાગ્યે મંગળા આરતી
- 5.00થી 7.30 સુધી દર્શન કરી શકાશે
- 7.30 થી 8.00 સુધી દર્શન બંધ રહેશે
- 8.00 વાગ્યે શણગાર આરતી
- 8.00થી 01.30 સુધી દર્શન કરી શકાશે
- 01.30થી 2.00 સુધી દર્શન બંધ રહેશે
- 2.00 વાગ્યે રાજભોગ આરતી
- 02.00થી 05.30 સુધી દર્શન કરી શકાશે
- 05.30થી 06.00 સુધી દર્શન બંધ રહેશે
- 6:00 થી 8:00ક દર્શન કરી શકાશે
- 08.00થી 08.15 દર્શન બંધ રહેશે
- 08.15 વાગ્યે શયનભોગ આરતી
- 08.15થી ઠાકોરજી પોઢી જશે

Tags :
DAKORDakor newsDakor templegujaratgujarat news
Advertisement
Advertisement