લાંચ પ્રકરણમાં કુવાડવાના તત્કાલીન સરપંચ ચનાભાઇ રામાણીનો નિર્દોષ છૂટકારો
કુવાડવા ગામના તત્કાલીન સરપંચ સામે 5,000ની લાંચ સ્વીકારતા પકડાય ગયેલના ગુનામાં સરપંચને નિર્દોષ ઠરાવી છોડી મુકવા રાજકોટની એ.સી.બી. સ્પેશ્યલ કોર્ટે હુકમ કર્યો છે. રાવળા હકકની જમીન મામલતદાર દ્વારા લીઝમાં ફેરવી દેવાની કામગીરી માટે કુવાડવા ગ્રામપંચાયતનો ઠરાવ કરી આપવા માટે સરપંચ ચનાભાઇ રામાણીને કુલ રૂૂા.8,પ00ની લાંચ માંગેલ હતી જે લાંચ સ્વીકારતા રંગેહાથ પકડાઇ ગયેલ હોવાના આક્ષેપ સાથેની એસીબીમા ફરિયાદ નોંધાઇ હતી. આ લાંચ પ્રકરણનો કેસ કોર્ટમાં ચાલી જતા સરકાર તરફે સરકારી વકીલો દ્વારા 1પ જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવેલ હતા અને ફરિયાદી, પંચ તેમજ તલાટી, સેકશન ઓફિસર તથા પોલીસ અધિકારીઓ સહિત કુલ 6 જેટલા સાહેદોને તપાસવામાં આવેલ હતા. આરોપીના અંશ ભારદ્વાજે દલીલ કરતા જણાવેલ હતું કે આક્ષેપીત પાસેથી લાંચની રકમની રીકવરી થવી તે એકમાત્ર હકીકતથી પ્રોસીકયુશનનો કેસ પુરવાર થતો નથી.
ડીમાન્ડ પુરવાર કરવી અનિવાર્ય છે. પ્રીઝમ્શન માટે સૌપ્રથમ પ્રોસીકયુશનને ચાર્જ મુજબનો પોતાનો કેસ નિસંદેહપણે પુરવાર કરવો પડે. આ કેસમાં ફરીયાદ લેનાર, ટ્રેપ ગોઠવનાર અને કેસની પ્રાથમિક તપાસ કરનાર પોલીસ અધિકારી એમ.જે.ડાભી છે. જ્યારે સમગ્ર કામગીરી એક જ પોલીસ અધિકારી કરે ત્યારે કેસ શંકાસ્પદ થઇ જાય છે.
વધુમા બચાવપક્ષ દ્વારા એવી દલીલ કરવામાં આવેલ હતી કે, હાલના કેસમાં કુવાડવા ગ્રામ પંચાયત દ્વારા રાવળા જમીનમાં અગાઉ મકાન ડિમોલીશન કરવામાં આવેલ હતું જે ડિમોલેશન થયા હેલા તે ડિમોલેશન અટકાવવા હાલના ફરીયાદપક્ષે સીવીલ કોર્ટમાં તથા ડિસ્ટ્રીકટ કોર્ટમાં મનાઇ હુકમ મેળવવા અરજી દાખલ કરેલ હતી. જેમાં મનાઇ હુકમ આપવામાં આવેલ ન હતો.
તેમ છતાં રાજકીય લાગવગનો ઉપયોગ કરી ફરીયાદપક્ષે તાલુકા પંચાયતમાંથી મનાઇ હુકમ મેળવેલ હતો. જેથી તે સમયના ડેવલોપમેન્ટ કમિશ્રનરે કોર્ટના હુકમ વિરૂૂધ્ધની કાર્યવાહી કરવા માટે તાલુકા પંચાયતના સદસ્યોએ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરેલ હતી જે અપીલના કામે તેઓએ તે સમયના સરપંચ (આ કામના આક્ષેપીત) સામે આક્ષેપો કરેલ હતા. પરંતુ હાઇકોર્ટ તે અપીલ નામંજૂર કરેલ હતી. દલીલો અને ટાંકેલા ચુકાદા ધ્યાને લઇ એ.સી.બી. સ્પેશ્યલ કોર્ટે આરોપી ચનાભાઇ દેવરાજભાઇ રામાણીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ હતો. આ કેસમાં આરોપી વતી અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટસ એડવોકેટ અંશ ભારદ્વાજ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, રાકેશ ભટ્ટ, કમલેશ ઉધરેજા, તારક સાવંત, શ્રેયસ શુકલ, ચેતન પુરોહિત, અતુલ બોરીચા, દિશા ફળદુ, મિહિર શુકલ રોકાયેલા હતા.