FICCIની કારોબારીની ચૂંટણીમાં સતત બીજી ટર્મમાં ચૂંટાતા ચેમ્બર પ્રમુખ વી.પી. વૈશ્ણવ
રાજકોટ ચેમ્બર નેશનલ લેવલની સંસ્થા ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ન્યુ દિલ્હીમાં સભ્યપદ ધરાવે છે. તાજેતરમાં (એફઆઇસીસીઆઇ) ન્યુ દિલ્હીની 97 મી વાર્ષિક સામાન્ય સભા તથા કારોબારી સમિતિની ચુંટણી યોજવામાં આવેલ હતી. આ સંઘર્ષમય કારોબારી સમિતિની ચુંટણીની ટ્રેડ અને સર્વિસ કેટેગરીમાં સતત બીજી ટર્મમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી. વૈષ્ણવની જીત થયેલ છે.
એફઆઇસીસીઆઇએ નેશનલ લેવલની સંસ્થા હોય ભારત દેશના રાજયોની તમામ ચેમ્બરોનું ફેડરેશન છે. જેના મંતવ્યો તથા માર્ગદર્શન દેશની આર્થિકનીતી ધડવા માટે ખુબ જ મહત્વના ગણાય છે. તેમજ ઈન્ટરનેશનલ ડેલીગેશન અને કેન્દ્ર સરકાર સાથે આર્થિક વિચાર-વિમર્શ કરવા માટે ભારતનું મુખ્ય સેન્ટ2 ગણાય છે. તેથી આ સ્થાન પ્રમુખ વી.પી. વૈષ્ણવને મળવાથી રાજકોટ-સૌરાષ્ટ્રના વેપાર-ઉદ્યોગકારોના પ્રશ્નોને ખુબ જ મહત્વ સાથે વાચા મળશે. સાથો સાથ અજજઘઈઇંઅખ ન્યુદિલ્હીમાં પણ કારોબારી સમિતિની સતત બીજી ટર્મમાં પ્રમુખ વી.પી. વૈષ્ણવને પ્રાધાન્ય મળેલ છે. તેમજ મુંબઈ સ્થિત આઇએમસી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીમાં કારોબારી સભ્ય તરીકે અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીમાં રીજીઓનલ પ્રતિનિધિ તરીકે કાર્યરત છે. આથી તમામ વેપાર-ઉદ્યોગકારોને તેઓને ઉદ્ભવતા પ્રશ્નો કે સુચનો હોય તો રાજકોટ ચેમ્બરને મોકલી આપવા પણ અનુરોધ કરવામાં આવે છે. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.