ચૈત્ર ચોખ્ખો તપે અને વૈશાખે વાયુ વાય જેઠી બીજ ગરજે નહીં તો બરખા રૂડી થાય
જૂન માસમાં શરૂૂ થતા નૈઋત્યના ચોમાસાની સફળતા નિષ્ફળતા અંગે આપણા અનુભવી ખેડૂતો કેટલીક પરંપરાગત માન્યતાઓ ધરાવે છે. પોતાના લાંબા સમયના અનુભવોના નિચોડરૂૂપે કેટલાક અનુમાનો વર્ષાવિજ્ઞાન તરીકે ખાસ મહત્વ ધરાવે છે. તા.17 એપ્રિલને ગુરૂૂવારથી ચૈત્ર વદ-5થી દનૈયાનો આરંભ થયો છે. જે ચૈત્ર વદ-13 સુધી ચાલશે.હાલ માવઠા અને વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી. ત્યારે દનૈયા સુધરે છે કે કેમ તે અનુભવીઓ જોશે અને આગામી ચોમાસાનો વરતારો કરશે ભડલી વાક્યો અનુસાર ચૈત્ર ચોખ્ખો તપે અને વૈશાખમાં ભારે પવન ફુંકાય અને જેઠ મહિનાની બીજ ગરજે નહીં તો વરસાદ રૂડો પડે છે.
એપ્રિલ મહિનો પુરો થવા આવ્યો છે ત્યારે ફરી ઉનાળો આગળ વધ્યો છે. ગરમીનો પારો ઉચકાયો છે. આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થવાની શક્યાતઓ વ્યક્ત કરી હતી. એટલે કે અત્યારે રાજ્યનું મહત્તમ તાપમાન 42 ડિગ્રી નોંધાયું છે જેમાં બે ત્રણ ડિગ્રીનો વધારો થાય તો 45 ડિગ્રીની આસપાર મહત્તમ તાપમાન નોંધાઈ શકે છે.
થોડા દિવસથી ગરમીમાં રાહત મળ્યા બાદ હવે ફરીથી ગરમીનો પારો ઉચકાઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે ગુજરાતમાં અત્યારે મોટાભાગના વિસ્તારોમાં 40 ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાન રહ્યું હતું. જ્યારે 31.4 ડિગ્રીથી લઈને 42 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયુ્ં હતું. જ્યારે 42 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ઉંચું તાપમાન રહ્યું હતું. જ્યારે દ્વારકામાં 31.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.