ચૈતર વસાવા રોહિંગ્યા મુસ્લિમો સાથે ફરે છે: મનસુખ વસાવા
ગુજરાતની સૌથી ચર્ચાસ્પદ ગણાતી ભરૂૂચ લોકસભા બેઠક પર હાલ ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવા અને ઈન્ડીયા ગઠબંધનના આપ- કોંગ્રેસના સંયુક્ત ઉમેદવાર ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે સીધી ટક્કર છે.ત્યારે પ્રચાર દરમીયાન ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવાએ જાહેરમાં એવું નિવેદન આપ્યું હતું કે ચૈતર વસાવા સાથે રોહિંગ્યા લોકો ફરે છે.આ નિવેદને ભારે ચર્ચા જગાવી છે.
ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવાએ પોતાનાં પ્રચાર દરમીયાન જણાવ્યું હતું કે આપણી સરહદો પેહલા સુરક્ષિત ન્હોતી.પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચીનની બોર્ડર પરથી ઘુસણખોરો ઘુસી જતા હતા.ચૈતર વસાવા સાથે પશ્વિમ બંગાળમાંથી આવતા રોહિંગ્યા મુસ્લિમો ફરે છે, મારી પાસે ફોટા પણ છે એટલે બધા ચેતજો.
રોહિંગ્યા લોકો પશ્વિમ બંગાળમાંથી દિલ્હી, પંજાબ થઈ ગુજરાતના ભરુચ, વાલિયા, ઝઘડિયા, જંબુસર અને ડેડીયાપાડામાં રોહિંગ્યા લોકો ફરે છે એટલે બધા સાવધાન રેહજો.મારી સાથે ભરૂૂચ લોકસભા કોંગ્રેસના મુસ્લિમ આગેવાનો ફરે છે એ લોકો મને માર્ગદર્શન પણ આપે છે એટલે એમને ટાંકીને જ મનસુખભાઈ વસાવાએ આવું નિવેદન કર્યું છે. પુરાવા આપે કોણ એમાંથી રોહિંગ્યા છે.એમને રોહિંગ્યા કહી મનસુખ વસાવાએ મુસ્લિમ સમાજનું અપમાન કર્યું છે. મનસુખભાઈ મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરે છે, મુસ્લિમ સમાજ જાગૃત છે એટલે મુસ્લિમ સમાજ મનસુખ વસાવાને આનો લોકસભા ચૂંટણીમાં જવાબ આપશે.