બાયો વેસ્ટ ટીપરવાનમાં નાખતા સીજીસ હોસ્પિટલ રંગેહાથ ઝડપાઇ
મનપાના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા સતત ત્રીજા દિવસે હોસ્પિટલો વિરોધ ચકાસણી હાથ ધરતા આજે ત્રીજો હોસ્પિટલ ટીપરવાનમાં બાયોવેસ્ટ નાખતા રંગેહાથ ઝડપાઇ જતા સીજીસ હોસ્પિટલને રૂા.10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. સતત ત્રણ દિવસની કાર્યવાહીમાં હોસ્પિટલો દ્વારા જનઆરોગ્ય સાથે ચેડા કરાતા હોવાનુ ભોપાળ છતુ થયુ હતુ.
વોર્ડ ન 11, બાલાજી હોલ, 150 ફુટ રિંગ રોડ ખાતે આવેલ સીજીસ હોસ્પિટલ દ્વારા ટીપરવાનમાં બાયો મેડિકલ વેસ્ટ નાખવા બદલ રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા હોસ્પિટલ પાસેથી રૂૂ.10,000/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ.
આજરોજ સીજીસ હોસ્પિટલ દ્વારા ઈન્જેકશન, સિરીન, નીડલ જેવો બાયો મેડીકલ વેસ્ટ ટીપરવાનમાં નાખવા બદલ રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા રૂૂ.10,000/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ.
ઉપરોક્ત કામગીરી રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના પર્યાવરણ ઈજનેરની સુચના અને નાયબ પર્યાવરણ ઈજનેરશ્રી ના માર્ગદર્શન હેઠળ વોર્ડ નં. 11 ના સેનીટેશન ઓફિસર,સેનીટરી ઇન્સ્પેકટર, સેનીટરી સબ ઇન્સ્પેકટર દ્વારા કરવામાં આવેલ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલ તમામ હોસ્પિટલ, દવાખાનાઓ તથા ક્લિનિક ચલાવતા ડોકટરોને જાણ કરવામાં આવે છે કે તેમનો બાયો મેડિકલ વેસ્ટ ટીપરવાનમાં કે કોઇપણઅન્ય જગ્યાએ ન ફેકતા બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે અધિકૃત કરેલ એજન્સી Distromed Bio-Clean Pvt. Ltd. મારફત નિકાલ કરવા અનુરોધ કરેલ છે.