સાત રસ્તાથી દિગ્જામ સર્કલ સુધી નહી કરાય સેન્ટ્રલ લાઈટીંગ વર્ક
સ્ટેન્ડિંગમાં સ્થળમાં ફેરફાર હવે રોઝી પેટ્રોલ પંપથી સત્યમ કોલોની અન્ડર બિજ સુધી લાઈટીંગ વર્ક કરાશે
જામનગર મહાનગરપાલિકાની આજે મળેલી સ્ટેન્ડીંગ કમિટી ની બેઠકમાં રૂૂપિયા 58 કરોડ 11 લાખના વિવિધ ખર્ચને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે શહેરના નિર્માણાધીન ફલાયઓવર બ્રિજ માં સ્ટાર રેટ ચૂકવવામાં વધુ રૂૂપિયા 33 લાખ 78 હજાર ના ખર્ચ ને મંજુર કરાયો હતો. જ્યારે અંબર સિનેમા તરફ.ના સ્લોપ ને હાલ પૂરતો મુલત્વી રાખવા નિર્ણય લેવાયો હતો.
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી ની કમિટી ની બેઠક આજે ચેરમેન નિલેશ બી. કગથરા ના અધ્યક્ષ સ્થાને મળી હતી. તેમાં કુલ 11 સભ્યો ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશ્નર ડી.એન.મોદી, ડે. કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી એન્જીનીયર ભાવેશભાઈ જાની, ઇચા. આસી. કમિશ્નર (ટે.) જીજ્ઞેશ નિર્મલ વગેરે હાજર રહ્યા હતા.
સાત રસ્તા સર્કલથી દિગ્જામ સર્કલ ખાતે સેન્ટ્રલ લાઈટીંગ સ્ટ્રેન્ધનીંગ વર્ક અન્ય સ્થળે ફેરબદલ કરવા અંગે દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી અને હવે આ કામ રોઝી પેટ્રોલ પંપ થી સત્યમ કોલોની અન્ડર બ્રિજ સુધી કરવામાં આવશે.
જામનગર મહાનગર સેવા સદનની લાઈટ શાખાની મેઈન્ટેનન્સ કામગીરી માટે ઈલેકટ્રીક લાઈટ આઈટમ ખરીદ કરવા ના વાર્ષિક રેઈટ કોન્ટ્રાકટ અન્વયે રૂૂા. 30 લાખ , જામનગર મહાનગરપાલિકાના જુદા-જુદા ઈન્ફ્રાસ્ટ્રક્ચર વર્ક માટેના ક્ધસલ્ટન્ટ એમ્પેનલમેન્ટ કરવાનું કામ અંગે કમિશ્નર ની દરખાસ્ત અન્વયે પ્રોજક્ટની રકમ અનુસાર અલગ-અલગ કેટેગરીમાં નિયત થયેલ ક્ધસ્લટન્સી ચાર્જ ચુકવવા અંગેની દરખાસ્ત મંજુર. કરવામાં આવી હતી.
જામનગર શહેરના રોડના પોટહોલને કોલ્ડ ઈમલસન ઈન્જેકશન પોટહોલ પેચીંગ મશીન મીકેનીકલ મેથડ થી રીપેર કરવાનું કામ અંગે રૂૂા. 121.42 લાખ નું ખર્ચ મંજુર કરાયું હતું. જામનગર મહાનગરપાલિકા હદ વિસ્તારમાં રે. સ. નં. 277 તેમજ વિભાપર ગામના જુદા-જુદા સર્વે નંબર જોડતો બ્રીજ રંગમતી નદી પર બનાવવા ના કામ માટે રૂૂા. 267.36 લાખ મંજુર કરવામાં આવ્યા હતા.
સાત રસ્તા સર્કલથી સુભાષચંદ્ર બોઝ ના સ્ટેચ્યુ સુધી ફલાયઓવર બ્રીજ બનાવવાના કામે ટેન્ડર કલોઝ તથા રાજય સરકાર ના જી.આર. મુજબ સ્ટાર રેઈટ, જી.એસ.ટી. ડીફરન્સ અને પ્રાઈઝ એસ્કેલેશન મંજુર કરવા અંગે કમિશ્નર ની રજુ થયેલ દરખાસ્ત અન્વયે રૂૂ. 3378.30 લાખ મંજુર કરવા માં આવ્યા હતા. આ ઓવર બ્રીજ અન્વયે અંબર જંક્શન પાસે જે રેમ્પ બનાવવાનો થાય છે .અને ડીઝાઇન મુજબ જે પ્રોવીઝન કરેલ છે. તે રદ કરવાને બદલે આ બાબતે રેલ્વે સાથે કરવામાં આવેલ પત્ર વ્યવહાર અન્વયે રેલ્વે વિભાગ તરફથી જમીન ઉપલબ્ધ થયે આ રેમ્પ બનાવવા અંગે ની કાર્યવાહી હાથ ધરવાની રહેશે અને હાલે આ કામ મુલત્વી રાખવા નિર્ણય લેવાયો હતો.
સપ્લાય ઓફ 100 થી 300 એમ.એમ. ડાયા કે-7 કલાસ ડી.આઈ. સી.એલ.પાઈપ્સ (વીથ રબ્બર ગાસ્કેટ) ક્ધફમીંગ ટુ આઈ.એસ. બીયરીંગ એન્ડ સુટેબલ ફોર પુશ ઓન જોઈન્ટસના 1 વર્ષ ના કામ અંગે રૂૂા. 495.55 લાખ, મહાપ્રભુજીની બેઠક ઝોન વિસ્તારમાં સ્ટ્રેનધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ એકઝીસ્ટીંગ વોટર પાઈપ લાઈન નેટવર્ક તથા નવી આર.સી.સી. / બિક મેશનરી વાલ્વ ચેમ્બર બનાવવાના 2 વર્ષ માટે કામ અંગે રૂૂ.21.55 લાખ, નવાગામ ઘેડ ઝોન વિસ્તારમાં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ એકઝીસ્ટીંગ વોટર પાઈપ લાઈન નેટવર્ક તથા નવી આર.સી.સી. / બિક મેશનરી વાલ્વ ચેમ્બર બનાવવાના 2 વર્ષ માટે કામ અંગે રૂૂા. 24.08 લાખ , જ્ઞાનગંગા ઝોન વિસ્તારમાં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ એક્ઝીસ્ટીંગ વોટર પાઈપ લાઈન નેટવર્ક તથા નવી આર.સી.સી. / બિક મેશનરી વાલ્વ ચેમ્બર બનાવવાના 2 વર્ષ માટે કામ અંગે રૂૂા. 22.97 લાખ , શહેર ઝોન - 2 માં જુદી જુદી ડી.આઈ. પાઈપ લાઈન નાખવાના કામે અન્વયે રૂૂા. 19.48 લાખ નો ખર્ચ મંજુર કરાયો હતો.
જામનગર મહાનગરપાલિકા સંચાલિત સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં આવે સ્વીમીંગ પુલના કોમ્પ્રેહેન્સીવ ધોરણે ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ કરવાના કામ અંગે રૂૂા. 4.97 લાખ ,. શહેર ઝોન-2 માં જુદી જુદી ડી.આઈ. પાઈપ લાઈન નાંખવાના મજુરી કામ ના 2 બે વર્ષ માટે રૂૂા. 77.31 લાખ મંજુર , શહેર ઝોન-1 માં જુદી જુદી ડી.આઈ. પાઈપ લાઈન નાંખવાના મજુરી કામ ના 2 બે વર્ષ ના કામ અંગે રૂૂ. 78.05 લાખ , જામનગર શહેરના ઝોન - 1 વિસ્તારમાં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ એકઝીસ્ટીંગ વાલ્વ રીપેરીંગ કરવાના કામ અન્વયે બીજા વર્ષ નું ખર્ચ રૂૂા. 7.35 લાખ ની મંજુર રાખવામાં આવ્યું હતું. જામનગર શહેરના ઝોન - 2 વિસ્તાર માં અપગ્રેડેશન ઓફ એક્ઝીસ્ટીંગ વાલ્વ રીપેરીંગ કરવાના કામ અંગે બીજા વર્ષ નું ખર્ચ રૂૂા. 4.20 લાખ મંજુર કરાયું હતું.
આંતરમાળખાકીય સુવિધા ની વર્ષ 2024-25 વોર્ડ નં. 2 મોમાઈનગર શેરી નં. 1, 2, 3 અને 4 થી શાળા નં. 40 ની બાજુમાં આવેલ કેનાલ સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ બનાવવાના કામ અંગે રૂૂા. 42.77 લાખ ના ખર્ચ ને મંજૂરી આપવામાં આવી હતી. સીવીલ નોર્થ ઝોન (વોર્ડ નં. 3) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઇસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ / સી.સી. બ્લોક (પેવર બ્લોક) ના કામ ની દરખાસ્ત પેન્ડીંગ રાખવામાં આવી હતી.
સીવીલ નોર્થ ઝોન (વોર્ડ નં. 4) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઇસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ / સી.સી. બ્લોડ (પેવર બ્લોક) ના કામ અંગે રૂૂા. 100 લાખ નું ખર્ચ , વોર્ડ નં. 2 મચ્છરનગર માં બાપા સીતારામ ની મઢુલી થી મોમાઈનગર થઈ ગાંધીનગર હરીઓમ પાન થઈ ઇચ્છેશ્વર મહાદેવનું મંદિર થઈ ખોડીયાર હોલની બાજુમાં આવેલ પુલીયા સુધી સી.સી. રોડના કામ અંગે રૂૂા. 140.80 લાખ નું ખર્ચ , વોર્ડ નં. 2 માં ધરારનગર-2 બાપા સીતારામની મઢુલી થી શહીદી હોટલ થઇ ને દાતારી પાન સુધી સી.સી. રોડના કામ અંગે રૂૂ. 75.207 લાખ નાં ખર્ચ ને મજુરી આપવામાં આવી હતી. મિકેનીકલ પાવર વેકયુમ સકશન બેઝડ લીટર પીકર મશીન (નંગ-3) સપ્લાય તથા 3 વર્ષ ના ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ સહિતના કામ અંગે કમિશ્નર ની દરખાસ્ત અન્વયે રૂૂા. 504.89 લાખ મંજુર કરવામાં આવ્યા હતા.
સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા હસ્તકના અલગ-અલગ ઢોર ડબાઓ માં સુકો ઘાસચારો સપ્લાય કરવાના કામ અંગે રૂૂા. 90 લાખ અને અન્ય વધુ. એક દરખાસ્ત અન્વયે રૂૂ.300 લાખ નો ખર્ચ મંજૂર કરાયો હતો. જામનગર મહાનગરપાલિકા ના મુખ્ય વહીવટી ભવન માં એકસ આર્મીમેન ગાર્ડ તથા મહિલા ગાર્ડ ની સેવાઓ તા. 01-04-2025 થી તા. 30-06-2025 સુધી મુદત લંબાવવા તથા વધારાના ખર્ચ અંગે રૂૂા. 5 લાખ નું ખર્ચ મંજુર કરવામાં આવ્યું હતું. જામનગર શહેરમાંથી પસાર થતી રંગમતી નદીના રીવર રેજુવનેશન બાબતે વાહનો ભાડે રાખવા ની દરખાસ્ત ની સૈધ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો હતો.આમ આજ ની બેઠક મા કુલ રૂૂ. રૂૂા. 58 કરોડ 11 લાખ ના ખર્ચ.ની જુદી જુદી દરખાસ્તો ને મંજૂરી આપવામાં આવી હતી.