યુપી અને ગુજરાતના ખેડૂતો પાસેથી અડદ મગફળીની 100% ખરીદી કરશે કેન્દ્ર સરકાર
કેન્દ્ર સરકારે જાહેરાત કરી કે તે ઉત્તર પ્રદેશમાંથી મગ, તલ અને મગફળીની 100% અને ગુજરાતમાંથી સોયાબીન, મગ અને મગફળીની ખરીદી કરશે. આના પરિણામે બંને રાજ્યોમા રૂ. 13,890.60 કરોડના ઉત્પાદનની ખરીદી થશે, જેનાથી ખેડૂતોને ફાયદો થશે.
કેન્દ્રીય કૃષિ, ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ખરીફ 2025-26 માટે ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં મુખ્ય કઠોળ અને તેલીબિયાંની ખરીદીને મંજૂરી આપવામાં આવી છે.
મંગળવારે કેન્દ્રીય મંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી વર્ચ્યુઅલ બેઠકમાં ઉત્તર પ્રદેશના કૃષિ મંત્રી સૂર્ય પ્રતાપ શાહી અને ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલ પણ હાજર રહ્યા હતા. રાજ્યોની વિનંતી પર, કેન્દ્રીય કૃષિ સચિવ ડો. દેવેશ ચતુર્વેદી અને કેન્દ્ર અને બંને રાજ્ય સરકારોના વરિષ્ઠ કૃષિ અધિકારીઓએ વિચાર-વિમર્શ કર્યો.
બંને રાજ્યોના કૃષિ મંત્રીઓએ જણાવ્યું હતું કે ઉત્પાદન ખરીદી આધુનિક બાયોમેટ્રિક પ્રમાણીકરણ અને ઙજ્ઞજ મશીનો સાથે ડિજિટલ પોર્ટલ દ્વારા કરવામાં આવશે શિવરાજે કહ્યું કે ખરીદી ફક્ત સાચા ખેડૂતો પાસેથી જ થાય તેની ખાતરી કરવી જોઈએ જેથી વચેટિયાઓને ફાયદો ન થાય. ખરીદી ઈ-સમૃદ્ધિ અને ઈ-સંયુક્તિ દ્વારા કરવામાં આવશે, જેથી પૈસા સીધા ખાતામા જાય.