For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

SIRની કામગીરીની સમીક્ષા માટે કેન્દ્રીય ચૂંટણીપંચની ટીમનું આગમન

04:02 PM Nov 07, 2025 IST | admin
sirની કામગીરીની સમીક્ષા માટે કેન્દ્રીય ચૂંટણીપંચની ટીમનું આગમન

રાજ્યભરમાં સ્પેશિયલ સમરી રિવિઝનની શરૂૂ કરવામાં આવી છે. આ કામગીરીના ભાગરૂૂપે, બૂથ લેવલ ઓફિસર દ્વારા ઘરે-ઘરે જઈને મતદારોનો સર્વે શરૂૂ કરવામાં આવ્યો છે.

Advertisement

મળતી માહિતી મુજબ, આજે કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ ગાંધીનગર ખાતે આવી પહોંચી હતી. ટીમે રાજ્ય ચૂંટણી પંચની કચેરી ખાતે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું, જેમાં રાજ્યમાં ચાલી રહેલી SIRની કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરો પાસેથી કામગીરીની પ્રગતિ અને પડકારો વિશે માહિતી મેળવવામાં આવી હતી.

રાજકોટમાં પણ SIRની કામગીરી પૂરજોશમાં છે. રાજકોટ જિલ્લામાં પ્રથમ તબક્કાની ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ વિતરણની મોટાભાગની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement