For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગીર સોમનાથ જિલ્લાના માછીમારોની વસ્તી ગણતરીનો પ્રારંભ

12:05 PM Dec 05, 2025 IST | Bhumika
ગીર સોમનાથ જિલ્લાના માછીમારોની વસ્તી ગણતરીનો પ્રારંભ

કેન્દ્ર સરકારના મત્સ્ય ઉદ્યોગ મંત્રાલય દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર, ઊના, જાફરાબાદ તાલુકાના દરિયાકાંઠાના ગામોમાં માછીમારોની વસ્તી ગણતરી શરૂૂ કરવામાં આવી છે. દેશના મત્સ્યોદ્યોગ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ ડેટા એકત્રિત કરવાની કામગીરી, સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઈન્ટિસ્ટબુટ (CMFRI) દ્વારા ડિસેમ્બર સુધી ચાલશે. મોબાઈલ એપ મારફતે ડિજિટલ રજિસ્ટ્રેશન કરાશે.

Advertisement

જાફરાબાદ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયમક કચેરી દ્વારા વસ્તી ગણતરી બાબતે સાગરખેડૂને વિસ્તૃત માહિતી આપવા અવનેશ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે. ખારવા સમાજ આગેવાન, કોળી સમાજના આગેવાન અને મુસ્લીમના આગેવાન બહોળી સંખ્યામા માછીમાર હાજર રહ્યા હતા. જેમા CMPRI વેરાવળના વૈજ્ઞાનીક ડો. વિનયકુમાર અને તેમની ટીમના સભ્ય વિપુલ સોલંકી, સીએસસી સેન્ટરના ડિસ્ટ્રીક્ટ કો-ઓર્ડીટનેટ મોરાસીય, એ.એ.મકરાણી મ.મ. આસી), દ્વારા વસ્તી ગણતરી અને NFDP માં નોંધણી બાબતે વિગત વાર સાગર ખેડૂઓને માહીતગાર કરાયા હતા.

આ વસ્તી ગણતરી ભારત સરકારના મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયના મચ્છય ઉધોગ વિભાગે FSI સાથે મળીને ICAR-CMPRIને દરિયાઈ મચ્છય ઉધોગ વસ્તી ગણતરી હાથ ધરવાની જવાબદારી સોંપી છે. તેઓએ ડિજિટલ પ્લેટફોર્મ (VYAS NAV એપમાં માછીમારી ગામોની ઓળખ, હેઠાણો, બંદરો ,માછીમારી ગામોની જીઓ-ટેગિંગ, તેમજ ગણતરીકાર ઓળખની વિગતો એકત્રિત કરે છે. મુખ્ય પરગથ્થુ ગણતરી ડિસેમ્બરમાં હાથ ધરવાનું આયોજન કરવામાં આવેલ માટેના કાર્યક્રમથી માછીમાર નેતાઓ અને માછીમારોના મનમાં રહેલા તમામ ભય અને ચિંતાઓ દૂર થશે અને સર્વેક્ષણ સ્ટાફ દ્વારા ડેટાનો મુશ્કેલી મુક્ત અને સરળ સંગ્રહ સુનિશ્ચિત કરાશે.

Advertisement

સરકાર તરફથી મળતી જન કલ્યાણ યોજનાઓનો લાભ વધુને વધુ મેળવવા ગીર સોમનાથ જિલ્લાના મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલા લોકોને નેશનલ ફીશરીઝ ડિઝીટલ પ્લેટફોર્મ ઉપર નોંધણી ફરજ્યાત પણે બિન ચુક કરાવવાની રહેશે.માછીમારી સંબંધિત સુવિધાઓનો સમાવેશ થાય, શભય પ્લાન્ટ, બજ્ઞિં બીશહમશક્ષલ ુફમિત, વિગતો અને માછીમારી બંદર/ લેન્ડિંગ સેન્ટર માછીમારી ગામોમાં ઘરગથ્થુ ગણતરી, ગામડાના માળખાગત સુવિધાઓ અને વિગતો મૂલ્યાંકનનો સમાવેશ થાય છે.માછીમારના ધંધા સાથે સંકળાયેલા લોકોની વસ્તી ગણતરી થવાના સમાચાર બાબતે ફીશરીજ અધિકારી કોટીયાએ કહ્યું હતું કે, આ માછીમારના ધંધા સાથે સંકળાયેલા લોકોની વસ્તી ફીસરીઝ ડીપાર્ટમેન્ટ તરફથી થવાની નથી.

પરંતુ સેન્ટરની સીએમએફઆરઆઈની ટીમ દ્વારા થવાની છે અને આટીમને ફીસરીઝ ડીપાર્ટમેન્ટની જરૂૂરત પડશે તો અમો સહકાર આપશું. જેમાં આધાર કાર્ડ, બૈંક પાસબુક, આધાર મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક પી. આર. ચડાના લીંક મોબાઈલ નંબર આપવાનો રહેશે. પી.આર રાડા માર્ગદર્શન તળે આ કામગીરી થઈ રહી છે. માછીમાર નેતાઓનો લેવામાં આવે છે સહયોગ ગણતરી માટે FSI સાથે ICAR-CMFRIના સર્વેક્ષણ સ્ટાફ માટે માછીમારી સમુદાયોના નેતાઓનો સહયોગ લેવાય રહ્યો છે. જરૂૂરી માહિતી અને સૂચનાઓ પૂરી પાડવા આ આગેવાનો મદદરૂ5 થશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement