For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બનાસકાંઠાના વિભાજન બાદ શિહોરી બંધ, થરાદમાં ઉજવણી

05:16 PM Jan 02, 2025 IST | Bhumika
બનાસકાંઠાના વિભાજન બાદ શિહોરી બંધ  થરાદમાં ઉજવણી

નવા વર્ષની શરૂૂઆતની સાથે જ બનાસકાંઠાના બે ભાગલા પાડીને વાવ-થરાદને નવો જિલ્લો જાહેર કર્યો છે. જેને લઇને કહીં ખુશી, કહીં ગમનો માહોલ છે.

Advertisement

સરકારના આ નિર્ણયનો મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. થરાદમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે ધાનેરા અને કાંકરેજના શિહોરીમાં નારાજગી જોવા મળી રહી છે. બંને તાલુકાવાસીઓ બનાસકાંઠામાં રહેવા માંગે છે. સરહદી વિસ્તાર તરીકે ઓળખાતા બનાસકાંઠાનું વિભાજન કરી વાવ-થરાદની નવા જિલ્લાની શરૂૂઆત સાથે વિરોધના સૂર રેલાયા છે. કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટે મામલતદારને લેખિતમાં રજૂઆત પણ કરાઈ છે.

વાવ-થરાદ જિલ્લામાં કાંકરેજનો સમાવેશ કરવામાં આવતાં શિહોરીના વેપારીઓએ દુકાનો સજ્જડ બંધ રાખી વિરોધ વ્યક્ત કર્યો હતો. ગુરૂૂવારે વહેલી સવારથી જ શિહોરની બજારોમાં સ્વયંભૂ બંધ રાખવામાં આવતાં સન્નાટો છવાઇ ગયો છે. શિહોરીવાસીઓની માંગ છે કે કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં યથાત રાખવામાં આવે.

Advertisement

ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ અને કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે સરકારના નિર્ણયનો વિરોધ કર્યો છે. પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલનું કહેવું છે કે, બનાસકાંઠાનું વિભાજન કરી વાવ-થરાદ જિલ્લામાં ધાનેરાનો સમાવેશ કરાયો, તે યોગ્ય નથી. ધાનેરા તાલુકાના લોકોને વાવ-થરાદ નહીં પરંતુ બનાસકાંઠા જિલ્લામાં જ રહેવું છે. ધાનેરાા લોકો માટે થરાદ વિસ્તાર અનુકૂળ નથી. નાથાભાઈ પટેલના મતે, ભવિષ્યમાં સરકારના આ નિર્ણયના વિરોધમાં જો લોકો આંદોલન કરશે તો કોંગ્રેસ લોકોની પડખે ઉભી રહેશે.થરાદ વિસ્તારના લોકોમાં ખુશી જોવા મળી જ્યારે કાંકરેજ વિસ્તારમાં આ નિર્ણયને લઈ નારાજગી જોવા મળી હતી.

કાંકરેજના લોકોની માંગ છે કે કાંકરેજ તાલુકાનો સમાવેશ પાટણ જિલ્લામાં કરવામાં આવે કારણ કે કાંકરેજથી થરાદનું અંતર 80 કિલોમીટર કરતાં પણ વધારે છે. જેને લઈ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. કાંકરેજમાં સરકારના નિર્ણય સામે આંદોલનના સૂર પણ ઉઠ્યા હતા. કાંકરેજનો વાવ-થરાદમાં નહીં પરંતુ બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ થાય તેવી મામલતદારને લેખિતમાં રજૂઆત પણ કરાઈ છે. કાંકરેજને થરાદ જિલ્લામાં સમાવેશ કરતા વિરોધ શરૂૂ થયો હતો. આજે શિહોરીમાં વેપારીઓએ દુકાન બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. વહેલી સવારથી સ્વયંભૂ શિહોરીની બજારો સજ્જડ બંધ રહી હતી. ગઈકાલે થરાદને જિલ્લો જાહેર કરતાની સાથે જ કાંકરેજના શિહોરીમાં વિરોધ થયો હતો. કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવા માંગ કરાઇ હતી.

તો કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પણ સરકારના નિર્ણયને અયોગ્ય ગણાવ્યો હતો. કાંકરેજ તાલુકાનો સમાવેશ વાવ-થરાદ જિલ્લામાં કરાતા અમૃતજી ઠાકોરે વિરોધ નોંધાવ્યો હતો. અમૃતજી ઠાકોરે માંગ કરી હતી કે કાંકરેજ તાલુકાનો સમાવેશ બનાસકાંઠા જિલ્લામાં થવો જોઈએ. સરકારે કોઈપણ ભૌગોલિક સ્થિતિને ધ્યાને લીધા વિના જ નિર્ણય કર્યાનો અમૃતજી ઠાકોરે આરોપ લગાવ્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement