કાલાવડમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા ઇદે મિલાદની ઉજવણી
હિન્દુસ્તાન જિંદાબાદના નારા લગાવી ભારતીય એકતાનું પ્રદર્શન કર્યું
કાલાવડ શહેરમાં દાઉદી વ્હોરા સમાજે ઇદે મિલાદીની ઉજવણી અત્યંત ઉત્સાહ અને ભાવભીની રીતે કરી હતી. ઇઝઝી મસ્જિદથી શરૂૂ થયેલ આ ઝુલુસ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયું હતું. ઝુલુસ દરમિયાન દાઉદી વ્હોરા સમાજના લોકોએ હિન્દુસ્તાન જિંદાબાદના જોરદાર નારા લગાવી ભારતીય એકતાનું પ્રતીક બન્યા હતા. આ નારાઓએ સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગે રંગી દીધું હતું. વ્હોરા સમાજના યુવાનોએ સ્કાઉટ બેન્ડ વગાડી આ ઉત્સવને વધુ રંગોળું બનાવ્યો હતો.
ખાસ કરીને, શહેરમાં આવેલ ગણપતિ પંડાલો પાસે સ્કાઉટ બેન્ડ વગાડી ભારતીય એકતાના દર્શન કરાવ્યા હતા. આ દ્રશ્યએ સમાજમાં એકતા અને સદભાવનાનું પ્રતીક બન્યું હતું. આ ધાર્મિક ઉત્સવમાં વ્હોરા સમાજના વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને આ ઉત્સવને સફળ બનાવ્યો હતો. આ ઉજવણીએ સમગ્ર શહેરમાં એકતા અને સદભાવનાનું વાતાવરણ સર્જ્યું હતું.