For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

CCDC દ્વારા 7મી ડિસેમ્બરથી PSI તથા કોન્સ્ટેબલની ભરતીના તાલીમ વર્ગો શરૂ

04:43 PM Nov 21, 2024 IST | Bhumika
ccdc દ્વારા 7મી ડિસેમ્બરથી psi તથા કોન્સ્ટેબલની ભરતીના તાલીમ વર્ગો શરૂ
Advertisement

વિવિધ વિષયના નિષ્ણાંત તજજ્ઞો આપશે સઘન તાલીમ: વહેલા તે પહેલાના ધોરણે ટોકન દરે રજિસ્ટ્રેશન શરૂ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, સી.સી.ડી.સી. મારફત જુદી જુદી સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તાલીમ સચોટ રીતે જુદાં-જુદાં વિષયોનાં તજજ્ઞો મારફત આપવામાં આવે છે. દેશભરમાં સી.સી.ડી.સી. પ્રપ્રકારનું સરકારી નોકરી અપાવતું કેન્દ્ર એક માત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 2006 થી ચાલે છે અને ’નેક’ મારફત દેશભરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની "બેસ્ટ પ્રેક્ટીસ" તરીકે આઈડેન્ટીફાઈડ કરાયેલ છે. સી.સી.ડી.સી.નાં તજજ્ઞોની સચોટ તાલીમનાં કારણે 4000 થી વધુ છાત્રોને સરકારી નોકરીનું સ્વપ્ન સાકાર થયું છે.

Advertisement

સીસીડીસીના તાલીમ વર્ગોમાં દરરોજ સીલેકટેડ ટોપીક ઉપર માર્ગદર્શન, સ્વચકાસણી સ્વરૂૂપ એમ.સી.કયુ. પરીક્ષા, જ્ઞાનના સાગર રૂૂપી ઈનહાઉસ લાયબ્રેરી તથા પરીક્ષામાં સફળતા મેળવે તે પ્રકારનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી અને કુલસચિવશ્રીના સફળ માર્ગદર્શન હેઠળ ટીમ સી.સી.ડી.સી. મારફત અનેક સફળતાપૂર્વક કાર્યક્રમ અને તેના ફળ સ્વરૂૂપ દરેક પરીક્ષામાં છાત્રો મારફત ઝળહળતી સફળતા મેળવી સીસીડીસીના તાલીમવર્ગોને અને કાર્યશાળાઓના આયોજનને બિરદાવેલ છે. હાલ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બિનહથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટરની (ઙજઈં) તથા પોલીસ કોન્સ્ટેબલની 12472 જગ્યાઓની ભરતી કરવામાં આવનાર છે.

આ માટે ભરતીની જાહેરાતના અનુસંધાને પરીક્ષાની પૂર્વ તૈયારી માટે પ્રાથમિક તબક્કાના કોચીંગવર્ગ સી.સી.ડી.સી., સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તા. 07-12-2024 ને શનિવારથી સી.સી.ડી.સી. ખાતે પ્રાથમિક પરીક્ષાના તાલીમવર્ગોનું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રાથમિક પરીક્ષાના તાલીમવર્ગના અભ્યાસક્રમમાં સિલેકટેડ વિષયોની જ સઘન તાલીમ આપવામાં આવનાર છે. જેવા કે, ભારતનું બંધારણ, ઈતિહાસ, ભૂગોળ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, અર્થશાસ્ત્ર, ક્વોન્ટીટેટીવ એપ્ટીટયૂડ અને રીઝનીંગ. ઉપરોક્ત તાલીમવર્ગમાં લીમીટેડ વિદ્યાર્થીઓને જ એડમિશન આપવાના હોય તો વહેલા તે પહેલાના ધોરણે (50% મહિલા ઉમેદવાર અને 50% પુરૂૂષ ઉમેદવારોને) એડમિશન આપવામાં આવશે જેની વિદ્યાર્થીઓએ ખાસ નોંધ લેવી.

આ તાલીમવર્ગમાં જોડાવા ઈચ્છતા ઉમેદવારો તા. 05-12-2024 સુધીમાં ગ્રાઉન્ડ ફલોર, સીસીડીસી બિલ્ડીંગ, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પાછળ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે તેમનું રજિસ્ટ્રેશન ફોર્મ ટોકન શુલ્ક સાથે બે પાસપોર્ટ સાઈઝના ફોટા, ગુજરાત પોલીસ ભરતી બોર્ડનું ઓનલાઈન ભરેલ ફોર્મની ઝેરોક્ષ, આઈ.ડી. પ્રુફ, છેલ્લી માર્કશીટ અને સ્કુલ લીવીંગ સર્ટીફિકેટ સાથે લાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન ફોર્મ ભરી કેમ્પસ પરની બેંકના વર્કીંગ દિવસોમાં જ રજિસ્ટ્રેશન ફી ભરી શકાશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement