બગસરામાં 29 લાખ રૂપિયાના ખર્ચે બનેલા સીસી રોડ ફક્ત દસ દિવસમાં બિસમાર હાલતમાં
બગસરામાં ભ્રષ્ટાચારએ હદ વટાવી દીધી. ચરમશીમાને પાર પહોંચી ગયો હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં જ બનેલ બસ સ્ટેન્ડ થી પશુ દવાખાના સુધીનો રોડ જે 29 લાખ રૂૂપિયા જેવી માતબર રકમથી તૈયાર થયેલો જેનો કોન્ટ્રાક્ટ આશિયાના ક્ધટ્રક્શન અમરેલીએ રાખેલો હતો. આં રોડ બનતાની સાથે જ ફક્ત દસ દિવસમાં જ આ રોડની હાલત અતિ બિસ્માર બની ગઈ છે. જ્યારે આ બાબતે એક જાગૃત નાગરિક દ્વારા ચીફ ઓફિસરને પણ કહેવામાં આવેલું હતું કે આપ સ્થળની તપાસ કરો અને જુઓ કે કેટલી હદે આં રોડની હાલત ખરાબ થઇ ગઈ છે, પરંતુ હજુ સુધી કોઈ તપાશ માટે પણ કોઈ આવેલ નથી. આં રોડ સિમેન્ટ રોડ બનાવવામાં આવ્યો જયારે આં રોડમાંથી માટી કાઢતાની સાથેજ રોડ પણ તેની સાથેજ નીકળી ગયો પરંતુ આં બાબતે કોઈ પણ અધિકારી કે સતાધિશોને પરવા જ ના હોય અને પોતાના ખીચ્ચા ભરવામાં સપુરી પાલિકાના સતાધિશોને જાણે કુદરતનો પણ દરના હોય તેમ ભ્રષ્ટાચાર આદરી ચરમસીમાને પાર પહોંચાડી દીધો છે.
ગઈ કાલના રોજ કેબિનેટ બેઠકમાં મુખ્ય મંત્રીએ કહેવામાં આવ્યું હતું કે જે કોઈ રોડ 1 વર્ષમાં ખરાબ થઇ ગયા હોય તેના ઉપર કાર્યવાહી કરવામાં આવશે પરંતુ બગસરા પાલિકા દ્વારા બનાવામાં આવેલ લગભગ તમામ રોડ ફક્ત 2 મહિનામાં જ બિષ્માર થઇ ગયા છે. જયારે આં રોડ તો ફક્ત 10 દિવશમા જ બિષ્માર થઇ ગયો છે. તો આવા કોન્ટ્રાક્ટર તેમજ સત્તાધીશો ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે લોકોમાં માંગ ઉઠી છે.