ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

CBSE ધો.10 અને 12 માટે નવી ગાઈડલાઈન જાહેર

12:56 PM Dec 03, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

1 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે પ્રેક્ટિકલ પરીક્ષા, વેબપોર્ટલ પર વિદ્યાર્થીના માકર્સ અપલોડ કર્યા બાદ ફેરફાર નહીં થઈ શકે

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન (CBSE) એ આગામી બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે પ્રેક્ટિકલ પરીક્ષાઓ, પ્રોજેક્ટ વર્ક અને આંતરિક મૂલ્યાંકન અંગે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. બોર્ડે તમામ શાળાઓ માટે નવી ગાઈડલાઈન અને SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) જારી કર્યા છે, જેનું ચુસ્તપણે પાલન કરવું અનિવાર્ય રહેશે.

આ વખતે બોર્ડે મૂલ્યાંકન પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા અને દેશભરની શાળાઓમાં એકસમાન પદ્ધતિ જળવાઈ રહે તે માટે મોટા ફેરફારો કર્યા છે. શાળાઓએ નિર્ધારિત સમયમર્યાદામાં જ આ કામગીરી પૂર્ણ કરવાની રહેશે.CBSE એ તમામ સંલગ્ન શાળાઓને સ્પષ્ટ સૂચના આપી છે કે પ્રેક્ટિકલ અને ઈન્ટરનલ એસેસમેન્ટના ગુણ (ખફસિત) વેબ પોર્ટલ પર અત્યંત સાવચેતીપૂર્વક અપલોડ કરવાના રહેશે. બોર્ડે ચેતવણી આપી છે કે એકવાર માર્ક્સ અપલોડ થઈ ગયા બાદ તેમાં કોઈપણ પ્રકારનો સુધારો કે ફેરફાર સ્વીકારવામાં આવશે નહીં. આથી, શાળાઓએ ડેટા અપલોડ કરતા પહેલા તેની ખરાઈ કરવી ફરજિયાત છે, જેથી વિદ્યાર્થીઓને ભવિષ્યમાં નુકસાન ન થાય.આ વર્ષે પરીક્ષા પદ્ધતિમાં પારદર્શિતા લાવવા માટે એક નવું ફીચર ઉમેરવામાં આવ્યું છે. હવેથી પ્રેક્ટિકલ પરીક્ષા લેનાર આંતરિક અને બાહ્ય બંને પરીક્ષકોએ લેખિતમાં બાંયધરી આપવી પડશે. તેમણે ખાતરી આપવી પડશે કે તેમણે તમામ ડેટા અને માર્ક્સ યોગ્ય રીતે તપાસ્યા છે અને સાચા અપલોડ કર્યા છે. આ પગલાથી મૂલ્યાંકનમાં થતી ભૂલો અને ગેરરીતિઓ પર લગામ લાગશે.

બોર્ડ દ્વારા પરીક્ષાઓની તારીખો પણ સ્પષ્ટ કરી દેવામાં આવી છે: જેમાં સામાન્ય શાળાઓ માટે: ધોરણ 10 અને 12 ની પ્રેક્ટિકલ પરીક્ષાઓ 1 January, 2026 થી શરૂૂ થશે અને 14 February, 2026 સુધીમાં પૂર્ણ કરવાની રહેશે.

પ્રેક્ટિકલ અને પ્રોજેક્ટ વર્ક માત્ર એવા જ વિદ્યાર્થીઓના લેવામાં આવશે જેમનું નામ શાળા દ્વારા LOC (List of Candidates) મારફતે બોર્ડમાં સબમિટ કરવામાં આવ્યું હોય. શાળાઓએ ખાતરી કરવી પડશે કે જે વિદ્યાર્થીનું નામ લિસ્ટમાં છે, તે જ વ્યક્તિ પરીક્ષા આપી રહ્યો છે. જો કોઈ વિદ્યાર્થીનું નામ યાદીમાં ન હોય, તો શાળાએ તાત્કાલિક બોર્ડના પ્રાદેશિક કાર્યાલયનો સંપર્ક કરવાનો રહેશે.CBSE એ ખાનગી વિદ્યાર્થીઓ માટે પણ સ્પષ્ટતા કરી છે. તેમના પ્રેક્ટિકલ અને પ્રોજેક્ટ માર્ક્સ બોર્ડની સ્થાપિત નીતિ અને બાય-લોઝ (Bylaws) મુજબ જ આપવામાં આવશે. જો કોઈ કારણસર ખાનગી વિદ્યાર્થીની પરીક્ષા ફરીથી ગોઠવવાની જરૂૂર પડે, તો તે પણ બોર્ડના નિયમોને આધીન જ રહેશે. શાળાઓને આદેશ અપાયો છે કે તેઓ ખાનગી ઉમેદવારોને આ નીતિ વિશે સ્પષ્ટ સમજણ આપે જેથી ગેરસમજ ટાળી શકાય.

ફેરફારો શા માટે કરવામાં આવ્યા?
દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ CBSE બોર્ડની પરીક્ષા આપે છે. ભૂતકાળમાં મૂલ્યાંકન પ્રક્રિયામાં વિસંગતતાઓ અને અલગ-અલગ પદ્ધતિઓ અપનાવવાની ફરિયાદો ઉઠી હતી. આ સમસ્યાઓને ડામવા અને સમગ્ર પ્રક્રિયાને વધુ વિશ્વસનીય અને સમયબદ્ધ બનાવવા માટે આ નવા SOP લાગુ કરવામાં આવ્યા છે. હવે પરીક્ષકોની જવાબદારી વધવાથી વિદ્યાર્થીઓને સાચું અને ન્યાયી પરિણામ મળશે.

Tags :
CBSECBSE studnetsgujaratgujarat newsstudents
Advertisement
Next Article
Advertisement