રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

CBSE દ્વારા ધો.10 અને 12ની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ

12:18 PM Feb 15, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

 

Advertisement

CBSE દ્વારા આજથી ધો-10 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી મોઢા મીઠા કરાવી અને આવકારવામા આવ્યા હતા તેમજ પરીક્ષા માટેની શુભેચ્છા પાઠવવામા આવી હતી. સેન્ટ્રલ બોર્ડ દ્વારા પરીક્ષામા CCTV કેમેરાથી મોનિટરીંગ કરવામા આવી રહયુ છે બપોરે ધો - 12 ની પરીક્ષા લેવાશે.

રાજકોટ રીજનમાં રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં 48 પરીક્ષા કેન્દ્ર પર સીબીએસઈની પરીક્ષા શરૂૂ થઇ છે જેમાં ધોરણ 10માં 2,602 અને ધોરણ 12માં 1,623 વિદ્યાર્થીઓ એમ બન્ને મળીને 4,225 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, તેમ રાજકોટ રીજનના CBSE એક્ઝામ કો ઓર્ડિનેટર અને RKCના પ્રિન્સિપાલ યશ સક્સેના જણાવ્યુ છે.

રાજકોટની જિનિયસ સ્કૂલમાં છેલ્લા 23 વર્ષથી ફરજ બજાવતા અને NIOSમાં પ્રિન્સિપાલ અને CBSE માં વાઈસ પ્રિન્સિપાલ કાજલ શુક્લાએ જણાવ્યું હતું કે આજથી સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન પરીક્ષા શરૂૂ થઈ છે જેમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે, જે 4 એપ્રિલ સુધી ચાલુ રહેશે. આ પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય અને પારદર્શક રીતે પરીક્ષા લેવામાં આવે તે માટે સીસીટીવી પોલિસીમાં ચેન્જ કર્યો છે.

જેમાં આ વખતે નવો નિયમ એ છે કે, સીબીએસઈની પરીક્ષા જેટલા કેન્દ્રો ઉપરથી લેવામાં આવશે, તેમાં 240 વિદ્યાર્થીઓ અથવા 10 ક્લાસરૂૂમ વચ્ચે એક સીસીટીવી મોનિટરિંગ ઓફિસરને ફરજ સોંપવાની રહેશે. જેમને ચાલુ પરીક્ષા દરમિયાન સતત સીસીટીવી ઉપર નજર રાખવાની રહેશે. તેમના મોનિટરિંગ દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ દેખાશે તો તુરંત CBSE બોર્ડને જાણ કરવાની રહેશે. આ ઉપરાંત CBSE બોર્ડને જરૂૂર લાગે તો સીસીટીવીના ક્લિપિંગ સાથે સીસીટીવી મોનિટરિંગ ઓફિસરને બોલાવી ખુલાસો પણ પૂછી શકે છે.

આ સાથે જ તેમને જણાવ્યું હતું કે દિલ્હીથી કંટ્રોલરૂૂમ ખાતેથી સીબીએસઈ બોર્ડની પરીક્ષાના CCTVનું મોનિટરિંગ કરાશે. પરીક્ષા કેન્દ્રોમાં જે CCTVનુ રેકોર્ડિંગ કરવામાં આવે છે તે સાચવવાનું રહે છે. CBSE બોર્ડનું પરિણામ જાહેર થાય ત્યાં સુધી એટલે કે, 2 મહિના સુધી CCTVનું બેકઅપ સાચવીને રાખવાનો નિયમ છે. જેથી પરિણામ બાદ પણ કોઈ વિદ્યાર્થી કે સ્કૂલની સમસ્યા હોય તો તેનુ ક્લિપિંગ મારફત નિરાકરણ લાવી શકાશે.

Tags :
CBSE EXAMgujaratgujarat newsSchoolstudents
Advertisement
Advertisement