આધારકાર્ડ કઢાવવા જતાં અરજદારોની નિરાધાર જેવી હાલત
સવારના પાંચ વાગ્યાથી લાઇનમાં ઉભા રહેતા 500થી વધુ લોકોમાંથી માત્ર 20-30ને ટોકન અપાતા હોવાની રાવ: કામધંધા બંધ રાખી આવતા અરજદારોને ધક્કા થતા રોષ: સર્વર ડાઉન રહેતુ હોવાની ફરીયાદ
આધાર કાર્ડની કામગીરીમાં સરકારની ખામીઓ અને ભ્રષ્ટાચારને કારણે જામનગરના લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આધાર કાર્ડમાં નામ, જન્મ તારીખ અને અન્ય વિગતોમાં ભૂલો થવાના કારણે લોકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડી રહ્યા છે. વર્ષોથી ચાલી આવતી આધાર કાર્ડની કામગીરીમાં હજુ પણ અનેક ક્ષતિઓ જોવા મળી રહી છે. આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આધાર સેન્ટરો પર ટોકન સિસ્ટમ અને સર્વર ડાઉનની સમસ્યાને કારણે અરજદારોને વારંવાર ધક્કા ખાવા પડી રહ્યા છે.
અરજદારોના જણાવ્યા અનુસાર, આધાર સેન્ટરો પર ટોકન સિસ્ટમને કારણે લાંબી કતારો લાગે છે અને લોકોને કલાકો સુધી રાહ જોવી પડે છે. આ ઉપરાંત, સર્વર ડાઉનની સમસ્યાને કારણે અપડેટની કામગીરીમાં વિલંબ થાય છે, જેના કારણે એક અરજદારે 3 થી 4 વખત ધક્કા ખાવા પડે છે.
આ સમસ્યાને કારણે લોકોએ પોતાના અન્ય જરૂૂરી કામો છોડીને આધાર સેન્ટરો પર જવું પડે છે, જેના કારણે તેમને આર્થિક અને માનસિક રીતે પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઘણા લોકોએ આ અંગે સરકારને રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી.લોકોની માંગ છે કે સરકાર આધાર સેન્ટરો પર ટોકન સિસ્ટમ અને સર્વરની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવે અને લોકોને સરળતાથી આધાર અપડેટ કરાવી શકે તેવી વ્યવસ્થા કરે. જો સરકાર આ સમસ્યાનો ઉકેલ નહીં લાવે, તો લોકોમાં રોષ વધશે અને સરકારની કામગીરી સામે સવાલો ઉભા થશે. આધાર કાર્ડ એ દરેક નાગરિક માટે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે અને તેમાં અપડેટ કરાવવું જરૂૂરી છે. પરંતુ, સરકારની ખામીયુક્ત કામગીરીને કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જે યોગ્ય નથી. સરકારે આ અંગે તાત્કાલિક ધ્યાન આપીને લોકોને રાહત આપવી જોઈએ.
આધાર કાર્ડમાં નામ પાછળ પભાઈથ કે પકુમારથ જેવા શબ્દો ઉમેરાવા, સરનેમ આગળ-પાછળ થવી અને ફર્સ્ટ નેમ-સેક્ધડ નેમમાં ફેરફાર જેવી અનેક ભૂલો જોવા મળી રહી છે. ભારત સરકારને હવે ખ્યાલ આવ્યો તેથી, તાજેતરમાં જન્મ સર્ટિફિકેટ મા સરકાર દ્વારા નવા કાયદા અનુસાર જીઆર મુજબ ફરજીયાત નામ કઈ રીતે લખવુ એ ફોર્મેટ જહેર કર્યુ છે, તેથી હવે લોકોને એ સુધારા કરવામાં માટે જન્મ મરણની શાખાઓમાં ધર્મ ધક્કા ખાવાના, જેના કારણે જન્મ-મરણ શાખામાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. આધાર કાર્ડમા શરૂૂઆતથી જ મોટી ખામીઓવાળું ફોર્મેટ અપનાવવામાં આવ્યું છે, જેના કારણે કરોડો રૂૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. આધાર કાર્ડમાં પિતાનું નામ પાછળના પાને હોવાથી સરકારી સંસ્થાઓ તેને આગળના પાને લાવવા માટે સૂચન કરી રહી છે.
પાન કાર્ડ શાખા, ડીજીએફટી, પણ પિતાનું નામ આગળના પાને ન હોય તો પાન કાર્ડને આધાર સાથે લિંક કરવાનો ઇનકાર કરી રહી છે.જામનગરની ખાનગી અને સરકારી શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓના આધાર કાર્ડમાં નામમાં ફેરફાર કરાવવા માટે સૂચન કરવામાં આવી રહ્યું છે, જેના કારણે વાલીઓ પરેશાન થઈ રહ્યા છે. જામનગરમાં આધાર કાર્ડમાં નામ ફેરફાર માટે માત્ર મેઈન પોસ્ટ ઓફિસ અને લાલ બંગલા ખાતે જ સુવિધા ઉપલબ્ધ છે, જ્યાં રોજના 200 કે 500 વ્યક્તિ સામે માત્ર 25-30 ટોકન આપવામાં આવે છે. લોકો સવારના પાંચ વાગ્યાથી લાઈનમાં ઉભા રહે છે અને લાંચ લઈને કામ ઝડપી કરાવવામાં આવે છે. જામનગર મહાનગર પાલિકાની જન્મ-મરણ શાખામાં પણ બર્થ સર્ટિફિકેટમાં નામ ફેરફાર માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે. ધીમી કામગીરીના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
વિધાર્થીઓ માટે અપાર આઈડીનો વિવાદ
નાગરિકોનો પ્રશ્ન છે કે જ્યારે આધાર કાર્ડ દ્વારા જ તમામ ઓળખ એક જ જગ્યાએ થઈ શકતી હતી, તો પછી અપાર આઈડીની શું જરૂૂર છે? લોકો કહે છે કે સરકાર હજુ સુધી તમામ વિભાગોમાં સામાન્ય માણસની ઓળખને ઓનલાઈન દ્વારા એકસમાન બનાવી શકી નથી. જો કોઈ વ્યક્તિ પોતાના નામ કે સરનામામાં ફેરફાર કરાવે છે, તો તેને દરેક સરકારી કચેરીમાં અલગ-અલગ અરજીઓ કરવી પડે છે. એક જ કાર્ડમાં ફેરફાર કરવાથી તમામ જગ્યાએ આપોઆપ ફેરફાર થાય તેવી કોઈ વ્યવસ્થા હજુ સુધી સરકારે બનાવી નથી.