ભાજપના યુવા નેતા અને PCIના અધ્યક્ષ મોન્ટુ પટેલને ત્યાં સીબીઆઇના દરોડા
ફાર્મસી કોલેજોની મંજૂરીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર અને ગોબાચારીની શંકા, દિલ્હી ઓફિસ-અમદાવાદના નિવાસ સહિતના સ્થળોએ ટીમો ત્રાટકી, મોન્ટુ પટેલ ગાયબ
અમદાવાદમાં CBIએ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ મોન્ટુ પટેલના ઝુંડાલ સ્થિત બંગલા પર રેડ કરતા ભારે ખળભળાટ મચી જવા પામેલ છે. આ રેડ અમાન્ય કોલેજો અને અન્ય ગોટાળાઓને લઈને કરવામાં આવી છે. તેમના પર દિલ્હીની ઓફિસ તથા ઘરે લાંચ લેવાનો આક્ષેપ છે. જોકે મોન્ટુ પટેલ રેડ દરમિયાન મળી આવેલ નથી અને ગુમ થઇ ગયેલ છે.
મોન્ટુ પર કોલેજની માન્યતા બદલ લાંચ લેવાનો પણ આક્ષેપ છે. આ કાર્યવાહીને લઈ મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં કોલેજોની માન્યતામાં આચરેલી ગેરરીતિની પણ તપાસ કરવામાં આવશે.
મોન્ટુ પટેલ અને તેના સહયોગીઓ પર PCIમાં નકલી ઇનવર્ડ નંબર, બેકડેટ એન્ટ્રીઝ અનેGPSCની ફાઇલોમાં હેરાફેરી કરીને પોતાને અને પોતાના સાથીઓને મોટા પદ પર બેસાડવાના આક્ષેપો પણ થઈ ચૂક્યા છે.કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલય હેઠળ આવતી ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અઘ્યક્ષ ભાજપ યુથ ડેવલપમેન્ટ સેલના સ્ટેટ ઇન્ચાર્જ હોવાનું તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં લખેલુ છે. CBIની આ કાર્યવાહી PCI દ્વારા ફાર્મસી કોલેજોને માન્યતા આપવાની પ્રક્રિયામાં થયેલી કથિત ગેરરીતિઓને લઈને શરૂૂ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મોન્ટુ પટેલ અને PCIના અન્ય અધિકારીઓ પર આરોપ છે કે તેમણે કેટલીક કોલેજોને માન્યતા આપવા માટે લાંચની માંગણી કરી હતી. આ મામલે CBIએ ગુપ્ત માહિતીના આધારે ઝુંડાલ ખાતે મોન્ટુ પટેલના બંગલા, દિલ્હીમાં PCIની ઓફિસ અને અન્ય સ્થળો પર દરોડા પાડ્યા. તપાસ દરમિયાન દસ્તાવેજો, ઈલેક્ટ્રોનિક ઉપકરણો અને અન્ય સામગ્રી જપ્ત કરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
CBIએ કેસ નોંધ્યો છઈ નં. 2162025અ0010 અમદાવાદના ઝુંડાલ વિસ્તારમાં મોન્ટુ પટેલના બંગલા પર CBIની ટીમે વહેલી સવારે દરોડા પાડ્યા હતા. આ ઉપરાંત, દિલ્હીમાં PCIની મુખ્ય ઓફિસ અને મોન્ટુ પટેલના નિવાસસ્થાને પણ તપાસ હાથ ધરવામાં આવી. CBIના અધિકારીઓનો મોટો કાફલો આ કામગીરીમાં સામેલ હતો, જેમાં દસ્તાવેજોની ચકાસણી, ફાઈનાન્સિયલ ટ્રાન્ઝેક્શન્સની તપાસ અને લાંચના આરોપો સાથે સંકળાયેલા પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા. આ કાર્યવાહીએ શૈક્ષણિક સંસ્થાઓની માન્યતા પ્રક્રિયામાં પારદર્શિતા અને ભ્રષ્ટાચારના મુદ્દાઓ પર ફરી એકવાર પ્રશ્નો ઉભા કર્યા છે. મોન્ટુ પટેલ વિરુદ્ધના આક્ષેપોમાં વધુ એક મુદ્દો એવો છે કે તેમણે પરીક્ષા પ્રક્રિયામાં પણ ખામી ઉપજાવી. કાઉન્સિલ દ્વારા લેવાતી ફાર્માસ્યુટિકલ લાઈસન્સ પરીક્ષાઓમાં બિનમુલ્યાંકન અને પીપર લીક થવાની ઘટનાઓ સામે આવી હતી. કહેવાય છે કે કાઉન્સિલના અંદરના ચોક્કસ માણસો પોતાના નાતાગોતાને પેપર લીક કરી મારજીએ કરાવતા હતા.
મોન્ટુ પટેલે આ તમામ આક્ષેપોને સિરેઈખ ખોટા ગણાવ્યા છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે તેમને રાજકીય પ્રેરણા હેઠળ બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પટેલ એ દાવો કર્યો છે કે તમામ મંજૂરીઓ નિયમ મુજબ થઈ છે અને કાઉન્સિલની બોર્ડ મીટિંગોમાં સર્વસંમતિથી નિર્ણય લેવાયા હતા. હવે પ્રશ્ન એ છે કે આ સમગ્ર મુદ્દે તપાસ કેટલો સમય લેશે, અને શું યોગ્ય કાર્યવાહી થશે? જો આક્ષેપો સાચા સાબિત થશે તો ફાર્માસ્યુટિકલ કાઉન્સિલ જેવી મહત્ત્વની સંસ્થાની ખાતરી કટઘરામાં ઉભી થશે.
ઓગસ્ટ 2024 માં, PCI દ્વારા હિમાચલ ફાર્મસી કોલેજનું નિરીક્ષણ કરવા માટે રાખવામાં આવેલા બે પંજાબ સ્થિત પ્રોફેસરોની રૂા.3.5 લાખ રોકડ રકમ સાથે ધરપકડ કરવામાં આવી હતી. વિજિલન્સ બ્યુરોને શંકા છે કે આ પૈસા કાં તો લાંચ હતા અથવા યોગ્ય દસ્તાવેજોનો અભાવ હતો. તેઓ તપાસ કરી રહ્યા છે કે ભંડોળ નિરીક્ષણના પરિણામને પ્રભાવિત કરે છે.
સુપ્રીમ કોર્ટે PCIને ઠપકો આપ્યો
28 મે, 2025ના રોજ, સુપ્રીમ કોર્ટે બહુવિધ ફાર્મસી કોલેજોને મંજૂરીઓ નકારવામાં વિવેકબુદ્ધિનો અભાવ અને સત્તાના મનસ્વી ઉપયોગ બદલ PCIની આકરી ટીકા કરી. બેન્ચે કાઉન્સિલને ન્યાયી રીતે કાર્ય કરવાનો અને પરવાનગીઓ રદ કરતા પહેલા કોલેજોને અનુપાલન ખામીઓને દૂર કરવાની તક આપવાનો નિર્દેશ આપ્યો. કોર્ટે PCIના ડિસેમ્બર 2024ના આદેશોને બાજુ પર રાખ્યા અને ભવિષ્યના નિર્ણયોમાં વધુ પારદર્શિતાનો નિર્દેશ આપ્યો.